કોંગ્રેસના પ્રમુખ વાંકાનેર વિધાનસભા આબીદ ગઢવારાની રજુઆત
વાંકાનેર: કચ્છ અમદાવાદ નેશનલ હાઇવે પર વાંકાનેર જકાતનાકા પાસે ઘણા સમયથી વરસાદના પાણી નીકાલની ગંભીર સમસ્યાને લઈને વાહનચાલકો હેરાન પરેશાન છે, વરસતા વરસાદમાં પાણી ભરાવાના લીધે ઘણી લાંબી લાઈન થઇ જાય છે, ટ્રાફિકની સમસ્યા અને વાહનચાલકોના વાહનમાં પાણી ભરાવાના લીધે આર્થિક નુકસાનીનો સામનો કરવો પડે છે.



આ બધી સમસ્યાને ધ્યાને લઈને નેશનલ હાઇવે ઓથોરિટી નગરપાલિકા સાથે સંકલન કરી આ ગંભીર સમસ્યાનો નીકાલ કરે તેવી કોંગ્રેસના પ્રમુખ વાંકાનેર વિધાનસભા આબીદ ગઢવારાએ રજુઆત કરી છે…
