આંબેડકરનગરની ઘટના
કલર કામ કરતો યુવાન દવાખાનામાં દાખલ
કોઠી ગામે મારામારીમાં ઈજા
વાંકાનેર: અહીંના આંબેડકર નગરમાં રહેતા ભરતભાઈ મગનભાઈ બોસિયા (ઉંમર વર્ષ 40) ગઈકાલે રાત્રે 11:30 વાગ્યા આસપાસ પોતાના ઘર પાસે હતા ત્યારે તેના ભત્રીજા હિતેશભાઈ મૂળજીભાઈ બોસીયા, મનીષ બોસિયા, ભાભી ગીતાબેન મૂળજીભાઈ બોસિયાએ ઝઘડો કરીને ધોકા અને પાઇપ વડે માર મારતા ભરતભાઈને માથે – શરીરે ઇજા થતાં વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.




ભરતભાઈ જણાવ્યું કે તેઓ કલર કામ કરે છે બે ભાઈ અને બે બહેનમાં મોટા છે. સામા વાળા તેમના મોટાભાઈના સંતાનો અને પત્ની હોય ચાર પાંચ દિવસથી પારિવારિક માથાકૂટ ચાલુ હતી. પછી સમાધાનની વાત ચાલી અને પાછો ઝઘડો થયો હતો. વાંકાનેર પોલીસે ભરતભાઈનું નિવેદન લેવા માટે તજવીજ કરી હતી.
કોઠી ગામે મારામારીમાં ઈજા
વાંકાનેર તાલુકાના કોઠી ગામે રહેતા ગણેશભાઈ દેવજીભાઈ બાંભણીયા (ઉ.41)ને ઘર પાસે મારામારીમાં ઈજા થતા મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા….
