કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

લિંબાળાના ઢાળ પાસે અકસ્માતમાં ઇજા

કાર ચાલકે ગાડીને ઉડાવતા 150 મુરઘાંના મોત

સિંધાવદરના ચાલકને ઇજા

સણોસરાથી કચ્છ જતા લાલપર પાસેનો બનાવ

વાંકાનેર: રાજકોટ તાલુકાના સણોસરા ગામથી 210 નંગ મુરઘાં સુપર કેરી ગાડીમાં ભરીને કચ્છમાં યુવાન જઈ રહ્યો હતો દરમિયાન મોરબીના લાલપર ગામ પાસે કાર ચાલકે તેના વાહનને ટક્કર મારી હતી જેથી સુપર કેરી વાહન બે થી ત્રણ પલટી મારી ગયું હતું આ બનાવમાં યુવાનને બંને પગમાં ટચલી આંગળીમાં ત્રણ-ત્રણ ટાંકા આવ્યા છે જેથી આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળ્યા મુજબ વાંકાનેરના સિંધાવદર ગામે રેલવે સ્ટેશનની સામેના ભાગમાં રહેતા વિપુલભાઈ દેવજીભાઈ વીરસોડીયા (ઉ.40) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર નંબર જીજે 6 ઇડી 8658 ના ચાલક ગોપાલભાઈ વલ્લભભાઈ સાકરિયા રહે. જનળા કંધેવાડિયા તાલુકો વિંછીયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે.
જેમાં જણાવ્યું છે કે, તે પોતાની સુપર કેરી ગાડી નંબર જીજે 36 વી 8429 માં સણોસરા ગામેથી 210 નંગ મુરઘાં ભરીને કચ્છમાં અલગ અલગ જગ્યાએ આપવા માટે જતો હતો ત્યારે મોરબી નજીકના લાલપર ગામ પાસે નેશનલ હાઈવે રોડ ઉપર આરોપી કાર ચાલકે ફરિયાદીના વાહનને ટક્કર મારી હતી .
જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને ફરિયાદીનું વાહન બે થી ત્રણ પલટી મારી ગયું હતું. જે બનાવમાં ફરિયાદીને બંને પગની ટચલી આંગળીમાં ઇજા થતાં 3-3 ટાંકા આવ્યા હતા અને શરીરે પણ ઇજાઓ થઈ હતી આટલું જ નહીં તેના વાહનમાં ભરેલા 210 મુરઘામાંથી 150 જેટલા મુરઘાના મોત થયા હતા જેથી હાલમાં બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા કાર્યવાહી શરૂ કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!