કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

17 વર્ષની સગીરાનું પરિવાર સાથે મિલન

17 વર્ષની સગીરાનું પરિવાર સાથે મિલન

પ્રેમી સાથે લગ્ન કરવા ઘર છોડયું હતું

181 અભયમ ટીમની કામગીરી
સિવિલ હોસ્પિટલથી આગળ આવેલા એક આશ્રમ નજીક છેલ્લા 9 કલાકથી બેઠી હતી

વાંકાનેર: મહિલાઓ અને બાળાઓની સુરક્ષા માટે કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પલાઈને વાંકાનેર નજીકથી એક 17 વર્ષની ભટકી ગયેલી કિશોરીનું રેસ્ક્યુ કરી તેને પરિવાર સાથે હેમખેમ મિલન કરાવ્યું છે. ગત 27/05/2026 ના રોજ એક જાગૃત નાગરિકે 181 પર કોલ કરીને જાણ કરી હતી કે, વાંકાનેર સિવિલ હોસ્પિટલથી આગળ આવેલા એક આશ્રમ નજીક છેલ્લા 9 કલાકથી એક અજાણી કિશોરી અત્યંત ગભરાયેલી હાલતમાં એકલી બેઠી છે.

કલાવડીના બોર્ડે આવેલ ડિજીટલ ઇલેક્ટ્રીક સ્ટોરની ઈદ સ્પેશિયલ ધમાકા ઓફર!

માહિતી મળતા જ 181 અભયમ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમે ગભરાયેલી કિશોરીને સાંત્વના આપી વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. 17 વર્ષની આ કિશોરી એક યુવકના પ્રેમમાં હતી અને તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ તેની ઉંમર લગ્નલાયક ન હોવાથી માતા-પિતાએ લગ્નની ના પાડી હતી. વધુમાં, મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરવા બદલ પિતાએ મોબાઈલ લઈ લઈને ઠપકો આપતા તે માઠું લાગવાથી કોઈને કહ્યા વિના બપોરે ઘરેથી નીકળી ગઈ હતી.

સમગ્ર હકીકત જાણ્યા બાદ અભયમ ટીમે કિશોરીના પરિવારનો સંપર્ક સાધી તેમને બોલાવ્યા હતા. ટીમે પરિવારનું કાઉન્સેલિંગ કરી કાયદાકીય જોગવાઈઓની સમજ આપી હતી અને દીકરી સાથે અયોગ્ય વર્તન ન કરવા, તેને ઉચ્ચ શિક્ષણ આપવા તેમજ કાયદેસરની ઉંમર થયા બાદ જ લગ્ન કરાવવા સમજાવ્યા હતા. કાઉન્સેલિંગ બાદ કિશોરીએ પણ પોતાની ભૂલ સ્વીકારી ભવિષ્યમાં આવું પગલું ન ભરવાની ખાતરી આપી હતી. 181 ની ટીમે કિશોરીને સહી-સલામત સોંપતા શ્રમિક પરિવારે અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો…

Content Copying Forbidden !!

error: Content is protected !!