ઓળનો યુવાન નશો કરેલી હાલતમાં મોટર સાયકલ ચલાવતા પકડાયો
વાંકાનેર: મીલપ્લોટ, બુરાક ડેરીની સામેની શેરી સ્ટેશન રોડ પર રહેતો યુવાન તથા હસનપર રહેતો તેનો મિત્ર ચંન્દ્રપુર ગામે ગોલા ખાઇ પરત ફરતા હાઇવે રોડ ઉપર મોટર સાયકલ સાથે એક મારૂતી સ્વીફટ કાર પુરઝડપે ચલાવી આવી રોડ ક્રોસ કરવા જતા અકસ્માત કરી ઇજા કર્યાનો ગુનો નોંધાયો છે….







જાણવા મળ્યા મુજબ વાંકાનેર, મીલપ્લોટ, બુરાક ડેરીની સામેની શેરી સ્ટેશન રોડ પર રહેતા અમીતભાઇ પુનમભાઈ પરમાર (ઉવ-૩૦) એ ફરીયાદમાં લખાવેલ છે કે, મારી પાસે સી.ડી.ડીલકસ મોટર સાયકલ છે. જેના રજી નંબ ૨ જી,જે,૦૩,સી, એચ.૩૪૭૬ છે, જે મારા માસા કરશનભાઈ રાઠોડ રહે, ખીજડીયા તા,વાંકાનેર વાળા પાસેથી ખરીદેલ છે. તા.૨૫/૫/૦૨૦૬ ના રોજ રાત્રીના હું તથા મારો મિત્ર અનીલ કાનજીભાઇ ભરવાડ રહે. હસનપર બંન્ને જણા મોટર સાયકલ લઇ મીલ પ્લોટથી ચંન્દ્રપુર ગામે ગોલા ખાઇ પરત આવવા નિકળેલ
વાંકાનેર-મોરબી હાઇવે રોડ, નવાપરા પાસે રોડની કટથી સર્વિસ રોડ તરફ જવા માટે રોડ ક્રોસ કરતા એક સ્વીફટ કાર જી.જે.૩૬.એફ. ૩૮૩૮ નો ચાલકે મોટર સાયકલ સાથે ભટકાડતા અમે નીચે પડી ગયેલ અને મને પગના તથા ડાઢીના ભાગે ઇજા થયેલ અમને ૧૦૮ માં વાંકાનેર દવાખાને લઇ ગયેલ મારો ડાબો પગ ભાંગી ગયેલ તે વખતે દવાખાને મારો ભાઈ રાજદીપ, પિતા પુનમભાઈ તથા મારી પત્નિ ગીતાબેન આવી ગયેલ મને વાંકાનેર ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે લઇ આવેલ
પોલીસ ખાતાએ ગુન્હો ભારતીય ન્યાય સંહીતા કલમ-૨૮૧, ૧૨૫(એ, બી) તથા એમ. વી. એક્ટ ૧૭૭, ૧૮૪, મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….
ઓળનો યુવાન નશો કરેલી હાલતમાં મોટર સાયકલ ચલાવતા પકડાયો
વાંકાનેર તાલુકાના ઓળ ગામ હનુમાનજીના મંદીર પાસેથી પ્રવિણભાઈ ટીડાભાઈ કેરવાડીયા (ઉ.વ.૪૫) રહે. ગામ ઓળ તા,વાંકાનેર વાળો નશો કરેલી હાલતમાં હિરો કંપનીનુ સ્પેલન્ડર પ્લસ મોટર સાયકલ રજી નંબર GJ-36-Q-3626 કી.રૂ.૧૫,૦૦૦/- વાળુ જાહેર રોડ ઉપર ચલાવતા ગુન્હો એમ.વી.એકટ કલમ ૧૮૫,૩,૧૮૧ તથા પ્રોહિબીશન એક્ટ કલમ ૬૬(૧)બી મુજબ પોલીસ ખાતાએ નોંધેલ છે…

