કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રાતાવીરડાના યુવાનનો ઊંઝા પાસે અકસ્માત

રાતાવીરડાના યુવાનનો ઊંઝા પાસે અકસ્માત

બનેવી બાદ સાળીનું પણ મોત

આગળ જતી આયશરે અચાનક બ્રેક મારી હતી

ટક્કર એટલી પ્રચંડ હતી કે ઈક્કો ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો

મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામની સીમમાં પાલનપુર-અમદાવાદ હાઈવે પર સોમવારે બપોરના સુમારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર આવેલા નાયરા પેટ્રોલ પંપ પાસે આગળ જઈ રહેલી એક આઈસર ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારી દેતા પાછળ આવી રહેલી ઈક્કો ગાડી જોરદાર ધડાકા સાથે ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે ઈક્કો ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

આ અકસ્માતનો ભોગ બનનાર મૃતકો વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામના વતની હતા. 22 વર્ષીય ધારાભાઈ કેશુભાઈ કોળી પોતાની 18 વર્ષીય સાળી આશાબેન સાથે ઈક્કો ગાડીમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે આ કાળમુખો અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં ધારાભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે આશાબેનને ગંભીર હાલતમાં ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમણે પણ અંતિમ શ્વાસ લીધા હતા.
અકસ્માત સર્જ્યા બાદ આઈસર ટ્રકનો ચાલક પોલીસ પકડથી બચવા માટે પોતાની ગાડી ઘટનાસ્થળે જ મૂકીને અંધારામાં ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ થતા જ ઊંઝા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતક ધારાભાઈના પિતા કેશુભાઈ કોળીની ફરિયાદને આધારે પોલીસે અજાણ્યા આઈસર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!