કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

મોરબી જીલ્લામાં ૮૫૭ મતદાનમથકો=૭.૩૯ લાખ મતદારો

મોરબી જીલ્લામાં ૮૫૭ મતદાનમથકો=૭.૩૯ લાખ મતદારો

રવિવારે મતદાન

જીલ્લામાં ૨૨૫ મતદાન મથકો સંવેદનશીલ
જીલ્લા કલેકટર- જીલ્લા પોલીસવડાએ પત્રકાર પરિષદ સંબોધી
ચુંટણી તૈયારી અંગે માહિતી આપી, મતદાન કરવા અપીલ કરી

વાંકાનેર: સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીમાં મતદાન આડે હવે માત્ર એક દિવસનો સમય બાકી રહ્યો છે રવિવારે સવારથી મતદાન શરુ થઇ જશે ત્યારે આજે મોરબી જીલ્લા કલેકટર અને જીલ્લા પોલ્સીવડા તેમજ અધિક કલેકટર દ્વારા આજે પત્રકાર પરિષદને સંબોધન કરી વહીવટી તંત્ર, પોલીસ તંત્રની તૈયારીઓની માહિતી આપી હતી

મોરબી જીલ્લા કલેકટર કે બી ઝવેરી દ્વારા ચુંટણી અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે મોરબી જીલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત, ત્રણ નગરપાલિકા અને એક મહાનગરપાલિકા ચુંટણી યોજાનાર છે જીલ્લામાં કુલ ૭,૩૯,૫૦૩ મતદારો મતદાધિકારનો ઉપયોગ કરશે જીલ્લામાં કુલ ૮૫૭ બુથ ઉપર ૪૨૮૫ અધિકારીઓ અને કર્મચારીઓને જવાબદારી સોપવામાં આવી છે મતદાન મથકે પીવાના પાણી, તડકાથી બચવાની વ્યવસ્થા અને વ્હીલચેર સહિતની સુવિધાઓ આપવામાં આવશે જીલ્લામાં ૮૫૭ પૈકી ૨૨૫ મતદાન મથકો સંવેદનશીલ છે જીલ્લામાં એકપણ અતિ સંવેદનશીલ મતદાન મથક નથી

જીલ્લા પોલીસવડા મુકેશકુમાર પટેલે પોલીસ તંત્રની તૈયારી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે એક એસપી, ચાર ડીવાયએસપી, ૧૫ પીઆઈ, ૪૫ પીએસઆઈ સહીત ૨૦૦૦ પોલીસ જવાનો તૈનાત રહેશે જીલ્લામાં ૨૦૦૦ હથિયારી અને બિનહથિયારી પોલીસ, હોમગાર્ડસ ચુંટણી જવાબદારીમાં તૈનાત રહેશે તેમજ ૫૨ સેક્ટર મોબાઈલ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે પોલીસે ૧૧૦૦ હથિયાર જમા લીધા છે તેમજ ૩૦ તડીપાર, ૧૦ પાસા દરખાસ્ત પૈકી ૦૮ મંજુર થઇ હતી અને અટકાયતી પગલા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે તેમજ ૨૮ તારીખે મત ગણતરી સ્થળ પર ત્રણ લેયર સુરક્ષા વ્યવસ્થા રહેશે….

Content Copying Forbidden !!

error: Content is protected !!