કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વઘાસીયા ટોલ નાકા પાસે રહેતો બાળક એસીડ પી ગયો

વઘાસીયા ટોલ નાકા પાસે રહેતો બાળક એસીડ પી ગયો

અલગ અલગ બનાવમાં બે મહિલાઓને માર પડયો

પાડધરા અને મેસરીયામાં મારામારી

વાંકાનેર: મોરબી હાઇવે સુર્યા ઓઇલ મીલ નજીક રહેતો બે વર્ષનો બાળક એસીડ પી જતાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. બીજા બનાવમાં ઢુવા ગામ પાસે અને રાતાવિરડા ગામના મહિલાને માર પડયો હતો, ત્રીજા બનાવમાં પાડધરા અને મેસરીયામાં અલગ અલગ મારામારીમાં માર પડતા ઇજા થઇ હતી…

કલાવડીના બોર્ડે આવેલ ડિજીટલ ઇલેક્ટ્રીક સ્ટોરની ઈદ સ્પેશિયલ ધમાકા ઓફર!

જાણવા મળ્યા મુજબ મોરબી હાઇવે વઘાસીયા ગામ પાસે આવેલ સુર્યા ઓઇલ મીલ નજીક રહેતા અને મજૂરી કામ કરતા પરિવારનો મનીષ મુકેશભાઈ ડામોર નામનો બે વર્ષનો બાળક રમતા રમતા એસીડ પી જતાં તેને મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.
અલગ અલગ બનાવમાં બે મહિલાઓને માર પડયો
ઢુવા ગામ પાસે સળિયા વડે માર મારવામાં આવતા ભગવતીબેન ગેડાભાઈ રાવત (ઉ.21)ને ઇજા થયેલ તેમજ વાંકાનેરના રાતાવિરડા ગામે ઘરે પતિ દ્વારા માર મારવામાં આવતા રેખાબેન વનરાજભાઈ નામના 28 વર્ષના મહિલાને પણ ઇજા પામેલી હાલતમાં મોરબીની સિવિલે સારવાર માટે લવાયા હતા તેમ પોલીસ દ્રારા જણાવવામાં આવેલ છે.
પાડધરા અને મેસરીયામાં મારામારી
વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા મહેશભાઈ હીરાભાઈ ઉમખાણીયા નામના 30 વર્ષના યુવાનને તેના ગામમાં આવેલ સહકારી મંડળી પાસે મેસરીયા રોડ ખાતે કુહાડી તથા પથ્થર વડે તેને માર મારવામાં આવતા મહેશભાઇને ઇજાગ્રસ્ત હાલતમાં મોરબી સરકારી હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. એ ડિવિઝનના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને પ્રાથમિક તપાસ બાદ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યારે બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના પાડધરા ગામે થયેલ મારામારીમાં ત્યાં રહેતા જબીરભાઈ સાદુરભાઈ બેહોનીયા નામના 47 વર્ષના યુવાનને સારવાર માટે મોરબીની સિવિલે લઇ જવામાં આવ્યો હતો….

Content Copying Forbidden !!

error: Content is protected !!