સિપાઈ શેરીમાં રહેતા શખ્સની ત્રણ સામે ફરિયાદ
વાંકાનેર: સિપાઈ શેરીમાં રહેતા ફરીયાદી તથા તેના મિત્ર પુલ દરવાજે કનૈયા ચાની હોટલે ચા પીતા હતા ત્યારે સામેવાળા ત્રણ જણા ફરીયાદી પાસે આવી કાતર મારી જોવા બાબતે બોલાચાલી ફરીયાદીને ઢીકા પાટુનો માર મારી, ભુંડાબોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હામાં એકબીજાને મદદગારી કરી ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાઈ છે….


જાણવા મળ્યા મુજબ વાંકાનેર સીપાઈ શેરી નંબર-૧ માં રહેતા એજાજ ગુલાબભાઇ ચૌહાણ (ઉવ.૨૬) એ ફરીયાદમાં લખાવેલ છે કે તા. ૧૨/૦૬/૨૬ ના હું તથા મારો મીત્ર- નીખીલ સંજયભાઈ ભોજક રહે, જવાસા રોડ વાંકાનેર વાળો માર્કેટચોક ખાતે કનૈયા ટી સ્ટોલે સાંજના ચા પીવા માટે ગયેલ હતા. ત્યારે વિશાલ ગાંડુભાઈ ડાભી રહે, ભરવાડપરા વાળો તથા ભુરો જે બેંકની ગાડી ચલાવે છે તેનુ પુરૂ નામ સરનામુ મને ખબર નથી તે બંન્ને એક સ્પ્લેન્ડર મોટર સાયકલમાં આવેલ અને તેની સાથે મીલન રમેશભાઇ રાજગોર રહે, લુહાર શેરી વાંકાનેર વાળો એકસેસ લઇને આવેલ


વિશાલ મને કહેલા લાગેલ કે ‘તું મારી સામે કેમ કાતર મારે છે? તને અગાઉ મારેલ છે તો પણ સુધરતો નથી, હવે તને મારી નાખવો છે’ તેમ કહેતા મેં કહેલ કે ‘મેં તારી સામે કાતર મારેલ નથી’ આથી આ ત્રણેય જણા એકદમ ઉશ્કેરાય જઇ મીલને મને પકડી રાખેલ અને વિશાલ તથા ભુરો મને ઢીકા પાટુ મારતા હતા અને વિશાલ કહેતો હતો કે, ‘આ વખતે તને મારી નાખવો છે, તારે જેને બોલાવવા હોય તેને બોલાવી લેજે, હવે પછી હું તને મારી નાખીશ’ ત્યાં માણસો ભેગા થઇ જતા આ વિશાલ, ભુરો, મીલન ત્રણેય ભાગી ગયેલ હતા,
આ બનાવ બનાવનુ કારણ એવું છે કે આજથી બે-ત્રણ મહીના પહેલા અમારી શેરીમાં રહેતા મારા મિત્રને જવાસા રોડ પર ઝગડો થયેલ હતો તે વખતે હું આ મારા મિત્રનુ સામાધાન કરાવવા માટે ગયેલ, જે બાબતનો ખાર રાખી આ ત્રણેય જણાએ મને માર મારેલ છે પોલીસ ખાતાએ (1) વિશાલ ગાંડુભાઈ ડાભી રહે. ભરવાડપરા (2) ભુરો અને (3) મીલન રમેશભાઈ રાજગોર રહે. લુહારશેરી વિરુદ્ધ ગુન્હો બી.એન.એસ કલમ-૧૧૫(૨), ૩૫૧(૩), ૩૫૨, ૫૪ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

