ભેરડા ગામની ઘટના
આઠ માસના ગર્ભવતીના પેટ પર પાટુ માર્યું
વાંકાનેર: ભેરડા ગામની મહિલા જાંબુડીયા તાલુકો મોરબી સાસરે હતી , જેના પતિએ તેમના માવતરે જઈ બાળકો રાખવા બાબતે બોલાચાલી ઝગડો કરી શરીરે તથા પેટના ભાગે માર મારી ગાળા ગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ થઇ છે…









જાણવા મળ્યા મુજબ હાલ રહે ભેરડા રહેતા મુળ રહે ડી/પપ ધર્મ સિદ્ધિ સોસાયટી જાંબુડીયા તાલુકો જી. મોરબી વાળા ઇલાબેન કિશોરભાઈ રામજીભાઈ વઘોરા જાતે અનુસૂચિત જાતિ (ઉં,વ ૩૨) એ ફરિયાદમાં લખાવેલ છે કે હાલમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી મારા માતાપિતા સાથે ભેરડા ગામ, બાકી મારા પતિ સાથે જાંબુડીયા છેલ્લા સાતેક વર્ષથી રહું છું આજથી અગિયાર વર્ષ પહેલા અમારા સમાજના રીત રિવાજ મુજબ મારા લગ્ન કિશોરભાઈ સાથે થયેલ હતા, બે વર્ષ બાદ અમારે છુટાછેડા થયેલા હતા ત્યાર બાદ અમારે બંને પરિવારના વડીલો વચ્ચે પડતા પુ:ન લગ્ન કરી નોટરી (સોગંદનામુ) કરાવેલ હતુ, જે લગ્ન થકી મને સંતાનમાં બે બાળકો છે જેમાં મોટો દીકરો નામે શ્લોક ઉંમર વર્ષ સાત તથા દીકરી ટિંકલ ઉંમર વર્ષ ચાર છે અને હાલમાં હું ગર્ભવતી છું મારે આઠ માસનો ગર્ભ છે.
તારીખ ૨૩/૦૫/૨૦૨૬ ના રોજ મારા પતિ મારા સાસુ વિનુબેનને લઇ ઘરે આવેલા અને અમારે ઘરની વાતમાં બોલાચાલી ઝઘડો થયેલો આ ઝઘડો જાંબુડીયા ગામ તાલુકો મોરબી ખાતે અમારા ઘરે થયેલો
ઝઘડો થતાં હું મારા પિતા હમીરભાઈ અરજણભાઈ વાઘેલાના ઘરે ભેરડા ખાતે મારા બંને બાળકો સાથે આવી ગયેલ અને ગઈ કાલ તારીખ ૩૦/૦૫/૨૦૨૬ ના રોજ હું મારા ઘરે હાજર હતી અને હાલમાં હું ગર્ભવતી હોય મારા બંને બાળકો રાખવામાં તકલીફ પડતી હોય મેં મારા ઓળખીતા દ્વારા મારા પતિને કહેવડાવ્યું કે ‘એકાદ બાળકને તમે તમારી સાથે લઈ જાવ તો મને અહીંયા સરળતા રહે’ મારા માતા-પિતા મજૂરી કરતા હોય બાળકોને રાખવા પોસાય તેમ ના હોય જેથી મારા પતિને બોલાવેલા હતા અને અમો ઘરે હું મારી માતા મંજુબેન, મારી ભાભી જલ્પાબેન પ્રકાશભાઈ વાઘેલા તથા મારા સંતાન સાથે હાજર હતી, મારો પતિ બાળકો લેવા ના આવતા હું તેના દવાખાને જઇ ત્યાં મારા બંને બાળકોને મુકી ઘરે આવી ગઈ
તેવામાં ચારેક વાગ્યે મારા પતિ પાછા અમારા ઘરે ભેરડા આવેલો અને ત્યાં મારા બંને બાળકોને પાછા મૂકી ગયેલો ને આ બાબતે મારા પતિને પૂછતા તેઓ એકદમ ગુસ્સે થઈ ગાળા ગાળી કરી મને મારવા લાગેલ અને તેઓએ મારા પેટમાં પણ મારેલ અને મારી માતા વચ્ચે છોડાવા પડતા તેમને પણ સામાન્ય વાગેલ હતું, મને પેટમાં મારતા પીડા થતા હું તાત્કાલિક ૧૦૮ મારફતે પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ સારવાર કરાવ્યા બાદ મોરબી સરકારી હોસ્પિટલમાં વધુ સારવાર માટે દાખલ કરેલ છે જતા જતા મારા પતિએ મને કહેલ કે આજ તો ‘તુ બચી ગઇ છુ હવે તને ઠામ મારી (જાનથી મારી) નાખવાની છે’
પોલીસ ખાતાએ બી.એન,એસ કલમ ૧૧૫(૨),૩૫૧(૩),૩૫૨ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

