કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

મેસરિયામાં માથાકુટમાં માજીને માર માર્યો

મેસરિયામાં માથાકુટમાં માજીને માર માર્યો

ગાય તગાડવા ફેંકેલો પાણો આરોપીને વાગેલ

બધીબેનને એક આંખે જ દેખાય છે

વાંકાનેર: તાલુકાના મેસરિયા ગામે ગાય તગાડવા બાબતમાં માથાકુટ થતા વૃદ્ધા ઉપર હુમલો થયો હતો. તેમને પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ મોરબી સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાયા છે. પોલીસે વૃદ્ધાનું નિવેદન લેવા તજવીજ કરી હતી.

પ્રાથમિક તબક્કે જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે ગાય તગાડવા ફેંકેલો પાણો ફેંકતા પાડોશીને વાગતા માથાકુટ થતા વૃદ્ધા ઉપર હુમલો થયો હતો. બઘીબેન પબાભાઈ ગઢાદરા (ઉંમર વર્ષ 62) ગઈ તા.24 ના સાંજે ચાર વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે ગાય તગાડવા બાબતે સામેવાળા મહેશભાઈ કુમારખાણીયા બોલાચાલી ઝઘડો થતા મહેશભાઈએ માર મારતા વૃદ્ધા ઇજાગ્રસ્ત થયા હતા. તેમને પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ મોરબી સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાયા છે. પોલીસે વૃદ્ધાનું નિવેદન લેવા કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળ્યા મુજબ બધીબેનને એક આંખે જ દેખાય છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!