કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વેલનાથપરાના યુવાનનું અપહરણ કરી માર માર્યો

વેલનાથપરાના યુવાનનું અપહરણ કરી માર માર્યો

ધર્મની માનેલ બેને કરેલ અરજીના ખારે બનેલી ઘટના

એક્ટિવામાં પરાણે બેસાડી અમરસર રોડ પર લઇ ગયા
‘તું તારા પિતાનો એકનો એક દિકરો છો- તારું મર્ડર કરતા વાર નહી લાગે’

વાંકાનેર: વેલનાથપરા ભારત ઓઇલમીલની પાછળ રહેતા યુવાને ધર્મની માનેલ બેન સાથે આરોપીના મોટા ભાઈના ઘરે અવારનવાર જવાનુ થતુ હોય તેમજ ધર્મની માનેલ બેને આરોપી વિરુધ્ધમાં અરજી કરેલ હોય જે બાબતનો ખાર રાખી યુવાનને ધમકી આપી એકટીવામાં બેસાડી લઈ જઈ અપરહરણ કરી ફરીયાદીને ગાળો આપી લાકડાનો ધોકો મારેલ અને મારી નાખવાની ધમકી આપ્યાની બે જણા સામે ફરિયાદ થઇ છે….

જાણવા મળ્યા મુજબ વાંકાનેર વેલનાથપરા ભારત ઓઇલમીલની પાછળ રહેતા હાર્દીકભાઇ પરસોતમભાઈ સરાવાડીયા (ઉવ.૨૩) એ ફરીયાદમાં લખાવેલ છે કે તા.૦૯/૦૫/૨૦૨૬ ના રોજ રાત્રીના જ્ઞાનગંગા સ્કુલ પાસે સામજીભાઈ ઉર્ફે શ્યામ દિનેશભાઈ દેલવાડીયા તેની રિક્ષામા બેઠો હતો હું તેને જોઇ જતા અને બીક લાગતા મોટર સાયકલ પાછુ વાળીને ઘરે જતા ગોકુલનગરમાં અનાજ દળવાની ઘંટીની દુકાન પાસે પહોંચતા પાછળથી સામજીભાઈ તથા રોકુ કોળી એક સફેદ કલરનુ એક્ટીવા લઈને આવી મારા મોટર સાયકલની આડુ નાખેલ, મને બાઇકમાથી સામજીભાઈએ કોલર પકડી નીચે ઉતારી સામજી તથા રોકુએ મને કહેલ કે ‘તું અમારા એક્ટીવામાં બેસી જા, અમરસર ફાટક બાજુ સમાધાનની ચા પીવા જવુ છે’ મેં ના પાડેલ તેમ છતાં સામજીભાઈએ બળજબરી પુર્વક

મારો કોલર, પેન્ટનો નેફો તથા બેલ્ટ પકડી મને એક્ટીવામાં બેસાડી દિધેલ, રાજકોટ રોડ પર આવેલ હેલીપેડના ગેટ પાસે એક્ટીવા ઉભુ રાખી સામજીએ મને કહેલ કે ‘કાલે તેં મારા વિરુધ્ધ એક અરજી કરાવી હતી’ અરજી કરાવ્યાનો ઇન્કાર કરતા સામજીએ મને કહેલ કે ‘તું કોઈને કહેતો નહી કે અમે તને લઈ આવ્યા છીએ નહીતર તું તારા પિતાનો એકનો એક દિકરો છો અને તારુ મર્ડર કરતા વાર નહી લાગે’ મને ધમકી અને ગાળો આપી વાત કરતા કરતા આ રોકુએ લાકડાના ધોકાથી મારા જમણા પગમાં તથા વાંસામાં મારેલ, અને આ સામજીએ મને પકડી રાખી મોઢા પર જાપટો મારવા લાગેલ, હું ધક્કો મારી ભાગવા જતા છુટો લાકડાનો ધોકો મારેલ અને હું મેઇન રોડ તરફ ભાગીને આવેલ, મારા ફોનમાં રિચાર્જ ન હોય જેથી એક અજાણ્યા માણસના વાઇફાઇથી મારી ધર્મની માનેલ બેન ચેતનાબેન પર ફોન કરી આ બનાવ બાબતે વાત કરતા તે તથા તેમના પતિ નયનભાઈ આવી ગયેલ અને ૧૧૨ નંબર ગાડી બોલાવેલ, જેમાં બેસાડી વાંકાનેર સરકારી હોસ્પીટલ ખાતે લાવેલ હતા વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પીટલ ખાતે રિફર કરેલ, પોલીસ ખાતાએ ગુન્હો-બી.એન,એસ.કલમ-૧૩૭, ૧૨૬(૧), ૧૧૫(૨), ૧૩૭(૨), ૩૫૧(૧), ૩૫૨, ૫૪ જી. પી, એકટ કલમ-૧૩૫ અને મે. જીલ્લા મેજીશ્રી મોરબીના હથીયાર બંધી જાહેરનામાના ભંગનો નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!