કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

પ્રેમલગ્ન કરેલ યુવાનને સમુહલગ્નમાં માર પડયો

પ્રેમલગ્ન કરેલ યુવાનને સમુહલગ્નમાં માર પડયો

રંગપર પાસેનો બનાવ

પગમાં ફેક્ચર તેમજ માથામાં ટાંકા આવ્યા
‘તું આહી કેમ આવ્યો? તને મારી નાખવો છે’

વાંકાનેર: રાજકોટ રહેતો યુવાન તાલુકાના રંગપર ગામે સમુહ લગ્ન ખાતે આવેલ હોય ત્યારે ચાર જણાએ બહેન સાથે યુવાને સાતેક વર્ષ પહેલા પ્રેમલગ્ન કરેલ હોય જેનો ખાર રાખી ફરીયાદીને માર મારી મારી નાખવાની ધમકી આપ્યાનો પાંચ જણા સામે ગુન્હો નોંધાયો છે….

જાણવા મળ્યા મુજબ રાજકોટ મોરબી રોડ શિવધારા સો.સા. માં રહેતા અને ફેબ્રીકેશનનો ધંધો કરતા રવીભાઇ રતાભાઈ ગોગીયા (ઉ.વ.૩૨) એ ફરીયાદમાં લખાવેલ છે કે તા, ૧૦/૦૫/૨૦૨૬ ના હું મારા મિત્ર રોહિતભાઈ દાફડા સાથે મારા વતન રંગપર ગામ બારવોળી સીમ મોગલમાના મંદિરે સમુહ લગ્નમાં ગયેલ મારા પિતા રતાભાઈ તથા મયુરભાઈ વાળા વિગેરે સમુહલગ્નમાં આંટા મારતા હતા, ત્યારે અમારા ગામના મારા સાળા કાળુભાઇ મુળુભાઇ જાદવ, મયુર ઉર્ફે મહેશભાઇ મુળુભાઇ જાદવ, મયુરભાઇ ઉર્ફે મહેશભાઇ મુળુભાઈ તથા કાળુભાઈ મુળુભાઈ પાસે લાકડાનો ધોકો હતો, ચાર જણા મારી પાસે આવી ગાળાગાળી કરી જેમાં મયુરે ઉર્ફે મહેશે મને માથાના ભાગે લાકડા ધોકો (લાકડી) મારેલ, અને કાળુએ જમણા પગ ઉપર લાકડીનો ધા કરતા હું નિચે પડી ગયેલ અને મને માથામાંથી લોહી નિકળતુ હોય અને આ ચારેય જણા મને આડેધડ લાકડીના ધોકાવાળી તથા ઢીકાપાટુ વતી માર મારવા લાગેલ, આ મારા ચારેય સાળાએ મને કહેલ કે ‘તું આહી કેમ આવ્યો? તને મારી નાખવો છે’ તેમ મારી નાખવાની ધમકી આપેલ અને માણસો ભેગા થઇ જતા તેઓ ત્યાંથી જતા રહેલ, આ વખતે નરેશ જીવાભાઈ જાદવ તથા મયુર ઉર્ફે મહેશ જે બન્ને જણા ફરીથી મને આડેધડ લાકડાના ધોકા મારવા લાગેલ અને ત્યારે મારા પિતા રતાભાઇ તથા રોહીક દાફડા વિગેરે માણસો વચ્ચે પડતા મને વધુ માર મારથી બચાવેલ અને ટાંટિયા ભાંગી નાખવાની ધમલી આપી બન્ને જણા જતા રહેલ અને મને મારા પિતા, મારો મિત્ર રોહિત દાફડા તથા બનેવી મનસુખભાઈ છાસીયા વાંકાનેર સરકારી દવાખાને લાવેલ, વધુ સારવાર માટે રાજકોટ રિફર કરેલ છે મને જમણા પગમા ફેક્ચર તેમજ માથાના ભાગે પાંચ- છ ટાંકા આવેલ છે. પોલીસખાતાએ બી,એન,એસ કલમ- ૧૧૫(૨), ૧૧૭(૨), ૩૫૨, ૩૫૧(૨), ૩૫૧(૩), ૫૪, જી. પી,એક્ટ કલમ-૧૩૫ અને ગુન્હામાં એકબીજાએ મદદગારી કરી મહે,જીલ્લા,મેજી,સા મોરબીના હથીયાર બંધી જાહેરનામાનો ભંગનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!