કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ઈકોમાં દેશી દારૂ સાથે ખીજડીયાનો યુવાન પકડાયો

ઈકોમાં દેશી દારૂ સાથે ખીજડીયાનો યુવાન પકડાયો

મહીકા ગામના પુલ પાસે રાત્રીના અંધારામાં લપાતો છુપાતો મળ્યો

વાંકાનેર: તાલુકાના ખીજડીયા ગામના શખ્સને ઈકો કારમાં દેશી દારૂ જેવું કેફી પ્રવાહી હેરાફેરી કરતા પોલીસ ખાતાએ પકડેલ છે બીજા બનાવમાં મહીકા ગામના પુલ પાસે રાત્રીના અંધારામાં લપાતો છુપાતો મળી આવતા કાયદેસર આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામના નિલેશ રવજીભાઈ સોલંકી જાતે કોળી (ઉ.33) સિંધાવદર પાસે મારૂતી સુજુકી કંપનીની ગ્રે કલરની ઈકો કાર રજી.નંબર GJ-36-AC-2828 કિ રૂ. ૨,૦૦,૦૦૦/- વાળીમાં પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ જેવું કેફી પ્રવાહી લીટર ૬૦ કી.રૂ.૧૨,૦૦૦/- નો મુદામાલ સાથે હેરાફેરી કરી કુલ કિ.રૂ. ૨, ૧૨, ૦૦૦/-ના મુદામાલ સાથે પકડી પોલીસ ખાતાએ ગુન્હો.પ્રોહી એકટ કલમ ૬૫(ઇ), ૯૮(૨) મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…
મહીકા ગામના પુલ પાસે રાત્રીના અંધારામાં લપાતો છુપાતો મળ્યો
મહીકા ગામના પુલ પાસે રોડ ઉપર મોડી રાત્રીના અંધારામાં લપાતો છુપાતો બંધ દુકાનના તાળા ફંફોળતો કોઇ કોગ્નીઝેબલ ગુન્હો કરવાના ઇરાદે રણજીતભાઈ વલ્લભભાઈ રોજાસરા જાતે કોળી ઉ.વ.૨૧ ધંધો. મજુરી રહે.રામપરા રાજ તા. ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળો મળી આવતા પોલીસ ખાતાએ ગુન્હો જી.પી,એકટ કલમ ૧૨૨(સી) મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!