શ્રમિકનું માટીમાં ગૂંગળાઈ જવાથી મૃત્યુ
વાંકાનેર: તાલુકાના માટેલ ગામે અમરધામ રોડ પર ફેકટરીમાં ચેમ્બરની સફાઈ કામ કરતી વેળાએ ચેમ્બર નીચેનો ભાગ અચાનક તૂટી પડતા અંદર કામ કરવા ઉતરેલા શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું.




જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામે અમરધામ રોડ પર આવેલ કેએજી ગ્રેનાઈટો ફેકટરીમાં સ્પ્રે ડાયર ચેમ્બરની સફાઈ કામ કરતી વેળાએ ચેમ્બરનો નીચેનો ભાગ અચાનક તૂટી પડતા અંદર કામ કરવા ઉતરેલા મૂળ મધ્યપ્રદેશના વતની પ્રકાશભાઈ અનુભાઈ સોર (ઉ.32) નામના શ્રમિકનું માટીમાં ગૂંગળાઈ જવાથી મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…
