ખીજડીયા, જાંબુડિયા વીડી, ચિત્રાખડા, પીપળીયાઅગાભી, ગાંગીયાવદર, ઓળ અને વાલાસણ ગામોનો સમાવેશ
વાઘાસિયા ટોલ પ્લાઝા ૫૫.૭૪ લાખનો દારુ જપ્ત
માટેલ રોડ પર ફેકટરીમાં આગ : ફાયરની 6 ગાડીઓ ઘટના સ્થળે
રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે વાંકાનેરમાં દર્દીઓને ફળનું વિતરણ
મોરબી જીલ્લામાં મોરબી તાલુકામાં ૦૩, ટંકારામાં ૦૧, હળવદ તાલુકામાં ૦૩ અને વાંકાનેર તાલુકામાં ૦૭ એમ કુલ ૧૪ નવી માધ્યમિક શાળાઓ શરુ થતા સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને રાહત મળશે તેમજ અન્ય ૩૨ શાળાઓની દરખાસ્ત કરવામાં આવી છે જેને પણ માપદંડને આધારે મંજુરી મળવાની શક્યતા છે મોરબી જીલ્લામાં વર્ષ ૨૦૨૬ થી નવા સત્રમાં કુલ ૧૪ નવી માધ્યમિક શાળાઓ શરુ કરવાની મંજુરી આપવામાં આવી છે જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા સ્થળ તપાસ કરી હકારાત્મક અહેવાલ મોકલી દેવામાં આવ્યો હતો જેને પગલે કમિશ્નર શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા ૧૪ નવી માધ્યમિક શાળાઓને મંજુરી આપવામાં આવતા વિદ્યાર્થીઓને રાહત મળી છે

વાંકાનેર તાલુકામાં નીચે મુજબની શાળાઓ મંજુર થઇ છે
RMSA સરકારી માધ્યમિક શાળા ખીજડીયા
RMSA સરકારી માધ્યમિક શાળા જાંબુડિયા વીડી
RMSA સરકારી માધ્યમિક શાળા ચિત્રાખડા
RMSA સરકારી માધ્યમિક શાળા પીપળીયાઅગાભી
RMSA સરકારી માધ્યમિક શાળા ગાંગીયાવદર
RMSA સરકારી માધ્યમિક શાળા ઓળ
RMSA સરકારી માધ્યમિક શાળા વાલાસણ
વઘાસિયા ટોલ પ્લાઝા ૫૫.૭૪ લાખનો દારુ જપ્ત
એસએમસી દ્વારા મોરબીના વાંકનેર સિટી પોલીસ સ્ટેશનની હદમાં દારૂબંધી અંગે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નેશનલ હાઈવે નંબર ૨૭ પર વાઘાસિયા ટોલ પ્લાઝા નજીક ગાયત્રી ચેમ્બરની સામેથી એસએમસીની ટીમે વિદેશી દારૂના કન્ટેનર સાથે એક આરોપીને ઝડપી પાડી કુલ ૮૦,૮૬,૦૯૮ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
દરોડા દરમિયાન પોલીસે કન્ટેનરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૨૮,૯૧૨ બોટલો ઝડપી પાડી હતી, જેની કિંમત ૫૫,૭૪,૫૨૮ રૂપિયા થાય છે. આ ઉપરાંત પોલીસે ૨૫,૦૦,૦૦૦ ની કિંમતનું કન્ટેનર, ૧૦,૫૦૦ ની કિંમતના ૩ નંગ મોબાઈલ ફોન અને ૧,૦૭૦ ની રોકડ રકમ સહિત કુલ ૮૦,૮૬,૦૯૮ નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઘટનાસ્થળેથી કન્ટેનરના ચાલક અચલારામ રાજુરામ જાટ (રહે. ધીરાસર, રાજસ્થાન) નામના એક આરોપીની ધરપકડ કરી તેને વાંકનેર સિટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. જ્યારે આ દારૂનો જથ્થો મોકલનાર મનીષ શર્મા (રહે. સીકર, રાજસ્થાન) અને મોરબીમાં આ જથ્થો મંગાવનાર સ્થાનિક રીસીવર સહિત બે વ્યક્તિઓને પકડી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
માટેલ રોડ પર ફેકટરીમાં આગ : ફાયરની 6 ગાડીઓ ઘટના સ્થળે
વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલી એડીકોન પેપર પ્રાઇવેટ લિમિટેડ નામની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી છે. પેપર મિલમાં આગ લાગતા જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આગની ઘટનાને પગલે ફેક્ટરીમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
અલગ-અલગ ફાયર સ્ટેશનો પરથી મદદ માંગવામાં આવી હતી. આગ પર નિયંત્રણ મેળવવા માટે મોરબી ફાયર વિભાગની 4 ગાડીઓ, હળવદ ફાયર વિભાગની 1 ગાડી અને વાંકાનેર ફાયર વિભાગની 1 ગાડી એમ કુલ 6 જેટલા ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે દોડી ગઇ હતી. ફાયર વિભાગના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવવા અને તેને સંપૂર્ણપણે બુઝાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી હતી. પેપર ફેક્ટરી હોવાથી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ કે નુકસાનીનો અંદાજ હજુ સુધી જાણી શકાયો નથી. જાનહાનિના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી.
રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે વાંકાનેરમાં દર્દીઓને ફળનું વિતરણ
વાંકાનેર: લોકસભાના વિપક્ષના નેતા તથા યુવાનો, વિદ્યાર્થીઓ, ગરીબો અને વંચિત વર્ગના અવાજ તરીકે ઓળખાતા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે આજે વાંકાનેર યુવા કોંગ્રેસ દ્વારા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વાંકાનેરની સિવિલ હોસ્પિટલ તેમજ પીર મશાયખ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળના દર્દીઓને ફળોનું વિતરણ કરી તેમના સ્વાસ્થ્યલાભની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ ડો. રુકમુદ્દીન માથકિયા, વાંકાનેર યુવા કોંગ્રેસ પ્રમુખ આબીદભાઈ ગઢવારા, વાંકાનેર તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા ફારુકભાઈ કડીવાર તેમજ વાંકાનેર યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ સૈફુલભાઈ માથકિયા સહિત યુવા કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
યુવા કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે સમાજસેવાના કાર્યો દ્વારા રાહુલ ગાંધીનો જન્મદિવસ ઉજવવાનો મુખ્ય હેતુ દર્દીઓ અને જરૂરિયાતમંદ લોકો સુધી માનવતાનો સંદેશ પહોંચાડવાનો છે. કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના પરિવારજનોએ આ સેવાકીય પહેલને આવકારી હતી.

