પાંચદ્વારકાથી પરત ફરતા હાથ પર પાઇપ માર્યા
ફરિયાદીના પતિનું માથું ફોડી નાખ્યું
વાંકાનેર: તાલુકાના અમરસર ગામે મહિલા અને તેમનો દિકરો ખાવાનું લઈને પોતાના ઘર બાજુ પરત આવતા સામેવાળા દંપતીએ રસ્તો રોકી લોખંડના પાઇપ મહિલાને મારેલ, મહિલાના પતિ આવતા તેમને પણ માથામાં પાઇપનો એક ઘા માર્યાની ફરિયાદ થઇ છે…




જાણવા મળ્યા મુજબ અમરસરના રંજનબેન જકશીભાઈ જખાણિયા (ઉ.40) એ ફરિયાદમાં લખાવેલ છે કે મારે સંતાનમા બે દિકરા તથા બે દિકરી છે, તા.૩૦/૦૫/૨૦૨૬ ના રોજ રાત્રીના હું તથા મારો દિકરો વિજય અમારૂ મોટર સાયકલ લઈને પાંચદ્વારકા ગામે ખાવાનુ લેવા માટે ગયેલ હતા પરત આવતા અમારા ઘર બાજુ જવાના રસ્તે આવતી કેનાલ પાસેથી ઢાળ ચડતા હતા ત્યારે સામેથી અમારી બાજુમાં રહેતા રૂખડભાઈ તથા તેમની પત્નિ તેજલબેન વચ્ચે પડેલ અને રૂખડભાઇ મને કહેવા લાગેલ કે ‘કેમ મારી પત્નિ સાથે ઝઘડો કરેશ?’ મને ગાળો દેવા લાગતા મેં ગાળો દેવાની ના પાડતા તે ઉશ્કેરઇ ગયેલ અને પોતાની પાસે રહેલ લોખંડના પાઈપનો ઘા મને મારવા જતા 




મેં મારો જમણો હાથ આડો નાખતા મારા હાથમાં ઘા લાગેલ અને તેમની પત્નિ મને ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને મારા દિકરા વિજયે મારા પતિ જક્શીભાઈને બોલાવતા મારા પતિ આવતા આ રૂખડભાઈએ મારા પતિને માથાના ભાગે પાઇપનો એક ઘા મારતા તેના માથામાં લોહી નિકળવા લાગેલ અને બીજા માણસો ભેગા થવા લાગતા આ બન્ને પતિ પત્નિ ત્યાંથી ભાગવા લાગેલ અને ભાગતા ભાગતા કહેતા ગયેલ કે ‘આજ તો તમે લોકો બચી ગયા હવે ફરીથી ઝઘડો કરશો તો ટાંટીયા ભાંગી નાખીશ’
૧૦૮ એમ્બુલન્સમાં અમને વાંકાનેર સરકારી હોસ્પીટલ લઈ ગયેલ, વધુ સારવાર માટે મોરબી આવેલ પોલીસ ખાતાએ (1) રુખડભાઈ મગનભાઈ માણસુરીયા તથા (2) તેમની પત્નિ તેજલબેન રૂખડભાઈ માણસુરીયા સામે ગુન્હો બી.એન,એસ કલમ ૧૧૫(૨),૩૫૧(૨), ૩૫૨, ૫૪ તથા જી,પી,એક્ટ કલમ ૧૩૫ અને મમ્હે,જીલ્લા મેજી.સા, મોરબીના હથીયારબંધીના જાહેરનામાનો ભંગ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

