ધારિયાથી ઇજા કરી
ફોરવ્હીલ કારથી રીક્ષાને ઠોકર મારી
વાંકાનેર: અગાઉ ઝગડો થયેલ હોય અને ફરીયાદ લખાવેલ હોય જે વાતનો ખાર રાખી આરોપીઓ ફોરવ્હીલ કાર લઈને ફરીયાદીની રીક્ષાને ઠોકર મારી ફરીયાદીને પછાડી દઈ ધારીયાથી ઇજા કર્યાની ફરિયાદ નોંધાઈ છે….




જાણવા મળ્યા મુજબ રીક્ષા ડ્રાઇવર હાલ રાજકોટ રહેતા મૂળ રહે,શક્તિપરા હસનપર તાલુકો વાંકાનેર ઇકબાલભાઈ ઉર્ફે અલ્તાફ અબ્દુલભાઈ મુંડે જાતે સંધી (ઉંમર વર્ષ.૩૨) એ ફરીયાદમાં લખાવેલ છે કે મારી માતાનું નામ હવુબેન છે. જે વાંકાનેર શક્તિપરામાં રહે છે. તારીખ: ૧૯/૦૫/૨૦૨૬ ના રાત્રીના હું મારી રીક્ષા રજી નંબર જીજે ૦૨ એક્સ એક્સ ૬૩૧૧ વાળી લઈને હસનપર ગામ પાસે ફાતીયો પડી શક્તિપરા મારી માતાના ઘરે જતો હતો, શક્તિપરાના રસ્તે ગામના ઝાપા પહેલા રોડ પર પહોંચેલ ત્યારે એક સ્વીફટ કાર સામેથી મારી રીક્ષા સામે પુર ઝડપે આવી રિક્ષાને ઠોકર મારી રોડથી નીચે ઉતારી દીધેલ અને હું પણ રિક્ષા સાથે નીચે પડી ગયેલ અને સ્વીફટ ગાડીમાંથી રાજુભાઈ હિતેશભાઈ રબારી રહે. મોરબી વાળા તથા ગોપાલભાઈ રામજીભાઈ રબારી તથા તેનો ભાઈ શૈલેષભાઈ રામજીભાઈ રબારી રહે, બન્ને મકનસર તા,જી: મોરબી વાળા જેમાં રાજુભાઈ રીક્ષા પાસે આવી મારા જમણા હાથ પર ધારીયાનો ધા મારેલ તેમજ જેમ ફાવે તેમ ધારીયુ મારવા લાગેલ અને તે કહેતા હતા કે ‘તું અહી શકિતપરામા દેખાતો નહી’ ગાળો દેવા લાગેલ તેમજ ગોપાલભાઈ તથા રામજીભાઈ પણ મને ગાળો બોલતા હતા અને હું બાવળો અને અંધારાનો લાભ છુપાઇ ગયેલ, આ પાંચેય જણા મને અંધારામાં ગોતવા લાગેલ અને કહેતા હતા કે ‘આ અલ્તાફને ગોતી બહાર કાઢો- તેને જાનથી મારી નાખવો છે’ પણ હું મળેલ નહી અને તે લોકો તેનુ વાહન લઈ ત્યાંથી જતા રહેલ, બાદ મેં મારી માતા તથા મારા મિત્ર રજાકભાઈ ઈકબાલભાઈ પીજારા રહે, ધમલપર વાળાને બનાવની વાત કરી બોલાવેલ મને ૧૦૮ માં સારવારમાં વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયેલ અને વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં લાવેલ, પોલીસ ખાતાએ (1) રાજુભાઈ હિતેશભાઈ રબારી રહે. મોરબી (2) ગોપાલભાઈ રામજીભાઈ રબારી રહે. મકનસર, (3) શૈલેષભાઈ રામજીભાઈ રબારી રહે. મકનસર, તથા (4) બે અજાણ્યા માણસો સામે ગુન્હો-ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩-કલમ-૧૧૦, ૧૧૮(૧), ૧૧૫(૨),૩૫૨,૩૫૧(૩), ૫૪ તથા જી.પી, એક્ટ કલમ, ૧૩૫ અને જીલ્લા મેજી, સા મોરબીના હથીયા૨ બંધી જાહેરનામાનો ભંગનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

