કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

લિંબાળાના ઢાળ પાસે અકસ્માતમાં ઇજા

ઘુનડા પાસે બાઈક સ્લીપ થતા સગીરનું મોત

વાંકાનેર: તાલુકાના લિંબાળાના ઢાળ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં પંકજભાઈ ભરતભાઈ પારઘી (ઉ.34) રહે. વાંકાનેર તથા અજય પ્રકાશ મૌર્ય (ઉ.19) રહે. વાંકાનેર વાળાને ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા.

બીજા બનાવમાં મોરબીના શનાળા રોડ સમયના ગેઇટ પાસે વાહન અકસ્માતમાં ઇજા થતાં વિશાલ જગદીશભાઈ કણજારિયા (ઉ.૩૫) રહે.વાંકાનેર ને ઈજાઓ થતા મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.
ઘુનડા પાસે બાઈક સ્લીપ થતા સગીરનું મોત
ટંકારા: ટંકારા તાલુકાના ઘુનડા ગામે રહેતા વિક્રમભાઈ દિનેશભાઈ પરેશા નામનો ૧૬ વર્ષનો કોળી સગીર બાઈક લઈને કામે જવા માટે નીકળ્યો હતો. તે ઘરેથી વાડીએ જતો હતો અને ત્યાંથી ઢોર માટે નિરણ લેવા જવાનો હતો. ગઈ કાલે ઘુનડા ગામ પાસે આવેલ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે તેનું બાઈક સ્લીપ થયું હતું. જે બનાવમાં માથા તથા શરીરે ગંભીર ઈજાઓ થવાથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

Content Copying Forbidden !!

error: Content is protected !!