બે જણાએ ચાકા અને ધોકાથી ફરિયાદી પર હુમલો કર્યો
લાકડધાર ગામની સીમમાં બનેલો બનાવ
વાંકાનેર: તાલુકાના સરતાનપર રોડ પર ભાગીદાર વિજયભાઈ સાથે એમ્બિટો સીરામીકમાં લોડીંગનો કોન્ટ્રાકટ રાખવા બાબતે એક શખ્સ સાથે બોલાચાલી કરેલ જેનો ખાર રાખી ભાગીદારના કહેવાથી બે હુમલાખોરોએ ચાકા વડે ફરિયાદીને જમણા કાનમાં અને કાનની બાજુમાં ઇજા પહોંચાડેલ અને ધોકા વડે ફરિયાદીને શરીરે મુંઢ ઇજા કર્યાની ફરિયાદ થઇ છે….

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ઢુવા રોડ વિકાસ હોટલની બાજુમાં વિનુભાઈ વાઢેરના રૂમમાં ભાડેથી હાલ રહેતા મુળ રહે. ધૌલપુર (રાજસ્થાન) ના લેબર કોન્ટ્રાકટર ગજરાજભાઇ અમરેશભાઇ ગુર્જર (ઉ.વ,૩૨) એ ફરીયાદમાં લખાવેલ છે કે તા,૦૯/૦૬/૨૦૨૬ ના રાત્રીના લોડીંગ કોન્ટ્રાકટ રાખવા બાબતે મારા પાર્ટનર વિજયભાઈ મહેન્દ્રભાઇ ગુર્જર સાથે સરતાનપર ઢુવા રોડ ઉપર આવેલ મોટો સીરામીક પાસે હરીસિંહ ટીકમસિંહ ગુર્જર રહે, એમ્બીટો સીરામીક વાળાએ બોલાચાલી કરેલ સવારના સાડા દશેક વાગ્યા વખતે

હરીસિંહના માણસો જોગેન્દ્ર રામધન ગુર્જર રહે. હાલ એમ્બીટો સીરામીક તથા લોકેન્દર શિવરામ રહે,કવર સ્ટોન સીરામીક લાકડધાર વાળા કવર સ્ટોન કારખાના પાસે દુકાન પાસે મારી પાસે આવેલ અને જોગેન્દરે ચાકા વડે મારા જમણા કાનમાં અને કાનની બાજુમાં ઇજા પહોંચાડેલ અને લોકેન્દરે ધોકા વડે મને શરીરે મુંઢ ઇજા મારેલ ત્યારે ત્યાં દુકાનવાળા અલ્પેશભાઇ તથા લીજોન સીરામીકના સીક્યુરીટી ગાર્ડ આવી ગયેલ મેં કવરસ્ટોન સીરામીક વાળા નટુભાઈ પટેલને ફોન કરેલ અને ૧૦૮ માં હું મોરબી સરકારી હોસ્પિટલે આવેલ અહીં ડોકટર સાહેબે મને કાનના ભાગે તથા બાજુમાં ટાંકા લઈ પાટો બાંધી સારવારમાં દાખલ કરેલ છે
પોલીસ ખાતાએ ગુન્હો ભારતિય ન્યાય સંહિતાની કલમ-૧૧૫(૨), ૧૧૮(૧), ૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ એકબીજાને ગુનામાં મદદગારી કરી જીલ્લા મેજી.સા.ના હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ અંગેનો (1) હરીસિંહ ટીકમસિંહ ગુર્જર (2) જોગેન્દ્ર રામધન ગુર્જર અને (3) લોકેન્દર શિવરામ સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

