કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ઘર પાસે પાર્ક કરેલ ઓટો રીક્ષા ચોરાઈ

ઘર પાસે પાર્ક કરેલ ઓટો રીક્ષા ચોરાઈ

લાલપર ગામની ઘટના

વાંકાનેર: તાલુકાના લાલપર ગામના એક શખ્સની ઓટો રીક્ષા ઘરની બહાર પાર્ક કરેલ જે કોઈ અજાણ્યો ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે ચોરી કરી ગયાની ફરિયાદ થઇ છે…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના લાલપર ગામના વાહીદભાઈ વલીભાઇ ખીયાણી/સંધી (ઉ.વ.૪૮) એ ફરીયાદમાં લખાવેલ છે કે એમણે સને-૨૦૨૫ માં જુની એક બજાજ ઓટો રીક્ષા રજી નંબર જી.જે.૩૬-યુ-૨૫૦૮ ખરીદ કરેલ હતી જેનાથી તે પેસેન્જરના ફેરા કરે છે.
ગઈ તા-૧૧/૦૬/૨ ૦૨૬ ના રોજ રાત્રીના આશરે બે વાગ્યે ઘરની બહાર રીક્ષા પાર્ક કરેલ અને સવારે સાતેક વાગ્યે જોતા પાર્ક કરેલ જગ્યાએ ઓટો રીક્ષા જોવામા આવેલ નહી આજુબાજુ તપાસ કરતા મળી આવેલ ન હોય સને-૨૦૧૮ ના મોડલની લીલા કલરની કાળા કલરના હુડ વાળી જેની આશરે કિ.રૂ.૫૦,૦૦૦/-વાળી કોઈ અજાણ્યો ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે ચોરી કરી લઇ ગયેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!