કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

કાશીપરમાં જમીન બતાવવા બાબતે કુહાડી મારી

કાશીપરમાં જમીન બતાવવા બાબતે કુહાડી મારી

બીજાની જમીન વેચવાની બતાવતા બબાલ

‘વાડીએ તુ બહુ હવા કરતો હતો’

વાંકાનેર: તાલુકાના કાશીપર ગામે જમીન વેચવા માટે બતાવતા આવતા ત્યાં બાજુમાં આવેલ ફરિયાદીની જમીન પણ બતાવતા ફરિયાદીએ ના પાડતા આ બાબતની વાતચીત માટે ગામની નિશાળ પાસે ફરિયાદીને રાત્રે બોલાવી ફરિયાદીને ‘વાડીએ તુ બહુ હવા કરતો હતો’ એમ કહી છાતીના ભાગે કુહાડી મારી તથા તેમની સાથેના સહઆરોપીઓએ લાકડીઓ મારેલ અને ફરિયાદીના પિતા વચ્ચે છોડાવા માટે પડતા તેમને પણ લાકડી મારી મુઢ ઇજાઓ કર્યાની ફરિયાદ નોંધાઈ છે…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના કાશીપર ગામના શૈલેષભાઇ ધીરુભાઇ ધોરીયા (ઉ.વ.૩૦) એ ફરીયાદમાં લખાવેલ છે કે તા,૨૬/૦૬/૨૦૨૬ ના “પાતા” નામથી ઓળખાતી સીમમાં આવેલ અમારી વાડીએ અમારા ગામના અમારા કૌટંબિક ભાઇ રામજી વાધાભાઇ ધોરીયા કોઇ બહારગામના માણસો સાથે અમારા પાડોશમાં આવેલ તેના મોટાબાપુનુ ખેતર વેચવા માટે દેખાડવા આવેલ અને તે દેખાડતા દેખાડતા અમારુ ખેતર પણ બતાવવા લાગેલ તો મેં ના પાડેલ ‘તમારુ ખેતર બતાઓ અમારુ ખેતર ના બતાઓ’ આ બાબતે અમારા બન્ને વચ્ચે સામાન્ય બોલાચાલી થયેલ, ત્યાં હાજર મારા પિતાએ બોલાચાલી કરતા બંધ કરાવેલ હતા.
રાત્રીના રામજીએ ફોન કરી અમને વાતચીત કરવા માટે કાશીપર ગામની નિશાળ પાસે આવેલ રોડ ઉપર બોલાવેલ, આથી હું ત્યાં ગયેલો અને મારી પાછળ મારા ભાઈ રાહુલ અને મારા પિતા પણ આવેલા અને નિશાળ પાસે રામજી વાધાભાઈ કુવાડી લઈ ઉભા હતા, અને તેમની સાથે અમારા ગામના ડાયાભાઈ વાધાભાઈ, ગોપાલ મસાભાઇ તથા મુકેશ વાધાભાઇ હાથમાં લાકડીઓ લઈ ઉભા હતા.
રામજી વાધાભાઈ મને કહેવા લાગેલ ‘તું વાડીએ બહુ હવા કરતો હતો’ અને મને ગાળો આપવા લાગેલ અને મને છાતીના ભાગે કવાડી મારી લીધેલ હતી, મને લોહી નીકળવા લાગેલ, હું પડી જતા માથાના ભાગે ગોપાલ મસાએ લાકડી મારી અને મારા પિતા વચ્ચમાં પડતા તેમને પણ જમણા હાથના ભાગે ડાયા વાધાભાઇએ લાકડી મારી લીધેલ અને મુકેશ વાધાએ પણ લાકડીથી મને કમરના ભાગે મારતા મુઢ ઇજા થયેલ હતી. તેવામાં ગામના બીજા માણસો આવી જતા આ તમામ ત્યાથી ભાગી ગયેલ હતા
મને પ્રથમ મોટર સાયકલ પર બોકડથંભા અને ત્યાંથી ૧૦૮ મારફતે વાંકાનેર ખાનગી હોસ્પિટલે આવેલ પોલીસ ખાતાએ (1) રામજી વાધાભાઈ ધોરીયા (2) ડાયાભાઈ વાધાભાઇ (3) ગોપાલ મસાભાઇ અને (4) મુકેશ વાધાભાઈ રહે. બધા કાશીપર વાળા સામે બી.એન.એસ કલમ- ૧૧૫(૨), ૧૧૮(૧),૩૫૨,૫૪ તથા જી.પી.એક્ટ કલમ.૧૩૫ મુજબ અને એકબીજાની મદદગારી કરી મહે.જીલ્લા. મેજી.સા મોરબીના હથીયાર બંધી જાહેરનામાના ભંગ અંગે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!