જાલસીકા પાસે મચ્છુ નદીમાં ડૂબી જવાથી યુવતીનું મોત
બાઈક સ્લીપ થતા જીનપરામાં રહેતા યુવાનનું મોત
લજાઈ ચોકડી પાસે થયેલ અકસ્માતમાં બીજા યુવાનનું પણ મોત
વાંકાનેર: તાલુકાના ભેરડા ગામના યુવાનને ઉંડવી (તા:થાનગઢ) ગામની છોકરી સાથે પ્રેમ સબંધ હોય જેથી લગ્ન કરવા માટે છોકરી- છોકરો ભાગી ગયેલ, તેનો રોષ ખાર રાખી આરોપીઓએ કાવત્રુ રચી મંડળી બનાવી સફેદ કલરની યુટીલીટીમાં ભેરડા આવી છોકરાના પિતાનું અપહરણ કરી ઉંડવી ગામની સીમમાં લઇ જઇ ઢીંકાપાટુનો માર મારી જમણા હાથના ખભ્ભા નીચે મુંઢ ઇજા કરી ‘છોકરીને હાજર કરો નહિતર પતાવી દેશુ’ એવી મારી નાખવાની ધમકી આપી મોટર સાયકલમાં બેસાડી થાનગઢ ગામે મુકી નાશી જવાનો ગુન્હો નોંધાયો છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ભેરડા ગામના વિનોદભાઈ લવજીભાઈ ગોરીયા (ઉ.વ. ૪૨) ધંધો ખેતી/ડ્રાઈવીંગ એ ફરિયાદમાં લખાવેલ છે કે મારે સંતાનમા ત્રણ દિકરા તથા એક દિકરી જેમાં ભુપત ઉર્ફે મુન્નો, ગોપાલ, દિકરી કોમલ અને સૌથી નાનો જગદિશ છે,
મોટો દિકરો ભુપત ઉર્ફે મુન્નો (ઉ.વ. ૧૮) ને મારા ભત્રીજા હિરાભાઈ રાજુભાઈ ગોરીયાની સાળી કેલાશબેન ખેતાભાઇ સારદિયા રહે. ઉંડવીવાળા સાથે પ્રેમ સંબંધ હોય ચારેક દિવસ પહેલા ભગાડી લાવેલ હતો. આ બાબતે અમારા ગામના સરપંચ મનિષભાઇની હાજરીમાં સમાધાન માટે વાતચીત થયેલ હતી, તા. ૧૪/૦૬/૨૦૨૬ ના સાંજના ભેરડાના બસ સ્ટેન્ડે હું રાજુભાઈની દુકાન પાસે ઉભો રહી માવો બનાવતો હતો ત્યારે એક સફેદ કલરની યુટીલીટીમાંથી કૈલાશબેનનો ભાઈ સુખાભાઈ ખેતાભાઇ સારદીયા રહે ઉંડવી તા,થાનગઢ તથા કૈલાશબેનનો બનેવી સગરામભાઇ મગાભાઈ બાવળીયા રહે. ખંપારીયા તા. થાનગઢ તથા બીજા ચારેક માણસો નીચે ઉતરેલ અને મને બળજબરીથી યુટીલીટીમાં નાખી પલાંસ ચોકડી તરફ ભગાડેલ હતુ, મેં રાડારાડ કરેલ મારો મોબાઇલ ફોન લઇ લીધેલ હતો, બાદ રાજગઢ, વીડી જાંબુડીયા થઇ સાગધરા થઈ ઉંડવી ગામની સીમમાં વોંકળામાં લઇ જઈ પૂછેલ કે ‘મુન્નો તથા કૈલાશ કયાં છે ?’ મેં જણાવેલ કે ‘મને ખબર નથી’ તો એક દાઢીવાળાભાઈએ બે લાફા મારેલ અને આ બધા ઢીંકાપાટુ મારવા લાગેલ
આ દરમ્યાન આ લોકોને કોઇનો ફોન આવતા આ બધા મને ઉંડવી ગામના વોકળામાંથી આગળ સીમ વગડામાં લઇ ગયેલ, ત્યાં આશરે એકાદ કલાક બેસાડી ધમકી આપેલ કે ‘તું અમારી દિકરી કૈલાશને સોંપી દે નહિતર તને પતાવી દેશુ’
મેં આજીજી કરેલ કે ‘મને થોડો સમય આપો હું શોધખોળ કરીને સોંપી દઇશ’ પછી બે માણસો મોટર સાયકલમાં બેસાડી ત્યાંથી થાનગઢ ગામે મુકી જતા રહેલ હતા, હું થાનગઢ પોલીસ સ્ટેશન જતો રહેલ. મારા દિકરા ગોપાલને આ બનાવની જાણ થતા તેણે ૧૧૨ માં ફોન કરેલ વાંકાનેર તાલુકા પોલીસના માણસો થાનગઢ પોલીસ સ્ટેશને આવેલ હતા.
પોલીસ ખાતાએ ઉપરોક્ત આરોપી વિરુદ્ધ ગુનો ભારતીય ન્યાય સંહિતા અધિનીયમ-૨૦૨૩ ની કલમ-૧૮૯ (૨), ૧૯૦, ૧૪૦(૩), ૧૧૫(૨), ૧૨૭, ૩૫ ૧ (૩) મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…
જાલસીકા પાસે મચ્છુ નદીમાં ડૂબી જવાથી યુવતીનું મોત
રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર રહેતા કિંજલબેન કેવલકુમાર નાદપરા (ઉંમર વર્ષ ર૪) નામની પરણીતા પરિવાર સાથે વાંકાનેરના જાલસીકા ગામ નજીક આવેલા હોલ માતાજીના મંદિરે દર્શનાર્થે આવ્યા હોય, ત્યારે મંદિરે દર્શન કર્યા બાદ બાજુમાં આવેલી મચ્છુ નદીમાં ન્હાવા માટે જતાં યુવતી નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ડૂબી જવાથી તેમનું કરૂણ મોત થયું હતું
બાઈક સ્લીપ થતા જીનપરામાં રહેતા યુવાનનું મોત
વાંકાનેરના જીનપરામાં રહેતા મૂળ રાજસ્થાનના શ્રમિક યુવક અજયકુમાર મધુરમ વર્મા (ઉંમર વ.30)નું બાઈક સ્લીપ થતા ગંભીર ઈજા થતા સારવારમાં મોત નીપજ્યું હતું. અજય બપોરે વાંકાનેર ચોકડી પાસે અકસ્માત સબબ બેભાન હાલતમાં મળ્યો હતો. તેને 108 મારફતે વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં લઇ જતા ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરાયો હતો. જેનું ચાલુ સારવાર દરમ્યાન રાત્રે મોત નીપજ્યું હતું. તે મજૂરી કામ કરતો. કામ પતાવી ઘરે જતો હતો ત્યારે બાઈક સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો હતો. પોલીસે મૃતદેહ પીએમ માં ખસેડીને જરૂરી કાર્યવાહી કરી હતી.
લજાઈ ચોકડી પાસે થયેલ અકસ્માતમાં બીજા યુવાનનું પણ મોત
ટંકારાની લજાઈ ચોકડી પાસે તા. 12 ના રોજ હિટ એન્ડ રનની ઘટના બની હતી. ઈજાગ્રસ્ત થયેલ બે લોકોને રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં ઘટનાના દિવસે મુળ રાજસ્થાનના કાનારામ મદનલાલ સ્વામી (ઉં.વ.23)નું મોત નીપજ્યું હતું. જ્યારે રાજેશ વિજયભાઈ દયાલ (ઉં.વ.21) સારવારમાં હતો. તા. 14 ના રોજ તેનું પણ મોત નીપજ્યું હતું. આમ આ ઘટનામાં બે યુવાનોનો ભોગ લેવાયો છે. બંને મૃતક રાજસ્થાનના વતની હતા. હાલ વાંકાનેર મહાવીર સોસાયટી ખાતે રહેતા હતા. લાદી કામ કરતા હતા. ટંકારાની એક હોટલમાં લાદી ચોટાડવાનું કામ પૂર્ણ કરી બંને બાઇકમાં વાંકાનેર તરફ જવા નીકળ્યા હતા. રાજેશ ત્રણ ભાઈ અને ચાર બહેનમાં બીજો નંબરનો અને કુંવારો હતો.
