વાંકાનેર પોલીસે ચોર પકડાયા બાદ ફરિયાદ નોંધી !
રાજાવડલાના શખ્સનું બાઈક ઓગણીશ દિવસ પહેલા ચોરાયેલ
વાંકાનેર: પોલીસે સીસીટીવી અને ટેકનિકલ સોર્સના આધારે ઝડપી પાડી ચોરીની રીક્ષા અને વાંકાનેરથી ચોરેલી બાઇક મળી કુલ ૨.૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે રાજકોટથી કર્યો છે. મળેલ માહિતી મુજબ ચોરી કરનાર આરોપી અસલમ મહેબુબશાહ શાહમદાર રહે. જંગલેશ્વર રાધાકૃષ્ણ સોસાયટી, શેરી નં-૧૭, રાજકોટને ઝડપી લીધો હતો.પકડાયેલ શખ્સ વાંકાનેરથી પણ મોટરસાયકલ ચોરી કરી હતી. સ્પ્લેન્ડર બાઇક જીજે-03-બીઆર-૩૬૪૧ – ૧૦,૦૦૦/- રૂપિયા મળી કુલઃ ૨,૧૦,૦૦૦/-નો મુદામાલ કબ્જે કર્યો હતો.








આ કાર્યવાહીમાં એલસીબી રાજકોટ ગ્રામ્યના પીઆઇ જે.પી. રાવ, પીએસઆઇ એચ.સી. ગોહિલ, પીએસઆઇ કે.એમ. ચાવડા, પી.એસ.આઇ. આર.વી ભીમાણી, પી.એસ.આઇ. પી.એન. ભરવાડ, એએસઆઇ બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, એએસઆઇ બ્રીજરાજસિંહ જાડેજા, એએસઆઇ રોહિતભાઇ બકોત્રા, એચસી શીવરાજભાઇ ખાચર, એચસી છત્રપાલસિંહ જાડેજા જોડાયેલ હતા
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામના કાળુભાઇ મેરૂભાઇ દેત્રોજા (ઉ.વ.૬૦) એ ફરીયાદલખાવેલ છ કે આજથી સાતેક વર્ષ પહેલા કુટુંબીક ભાઈ ગોરધનભાઇ લાલજીભાઈ દેત્રોજા પાસેથી જુનુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેના રજી નંબર GJ-03-BR-3641 વાળુ રૂ.૧૯૦૦૦/-માં ખરીદેલ જેની આર.સી બુકમાં નામ ટ્રાન્સફર કરાવેલ નથી વાંકાનેર સીટી પો.સ્ટે ઈ-એફ.આઈ.આર નંબર- 20260526433392 મેં કરેલ, ગઈ તા-૦૮/૦૫/૨ ૦૨૬ ના (ઓગણીશ દિવસ પહેલા) મારો દીકરો રાજેશ સવારના અગીયાર વાગ્યે મોટર સાયકલ વાંકાનેર ટાઉન હોલમાં મુકીને ઇકોમાં રાજકોટ ગયેલ, બપોરના અઢી વાગ્યે પાછો આવતા મોટર સાયકલ જોવામા આવેલ નહી આજુબાજુ તપાસ કરતા મળી આવેલ ન હોય સને-૨૦૦૭ ના મોડલનુ જેની કિ.રૂ.૧૦,૦૦૦/-વાળુ કોઇ અજાણ્યો ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે ચોરી કરી લઇ ગયેલ છે,
પોલીસ ખાતાએ સ્ટેશન ડાયરીમાં જે તે વખતે નોંધ પાડેલ, ફરિયાદની એફઆઈઆર હવે લખાઈ છે અને ગુન્હો ભારતીય ન્યાય સહીંતા અધિનિયમ-૨૦૨૩ ની કલમ-૩૦૩(૨)મુજબ નોંધાઈ છે….

