દિકરીના ઘરે આંટો મારી પરત ફરતા બનેલ બનાવ
વાંકાનેર: બાઉન્ડ્રી પાસે રાજકોટ અમદાવાદ હાઇવે પર બામણબોર નજીક ટ્રકની ઠોકરે બાઇક ચડી જતાં બાઇકચાલક પ્રોઢનું ગંભીર ઇજા થવાથી મોત થયું છે.




જાણવા મળ્યા મુજબ રાજકોટ તાલુકાના ખેરડી રહેતાં રમેશભાઇ ચોથાભાઈ ગોહેલ (ઉ.વ.૫૬) ગઇ કાલે પોતાનું બાઇક હંકારી નજીકના ખીજડીયા ગામે દિકરીના ઘરે આંટો મારવા ગયા હતાં. ત્યાંથી તેઓ પરત પોતાના ગામ આવી રહ્યા હતાં તે વખતે બાઉન્ડ્રી નજીક ભારત પેટ્રોલ પંપ પાસે પહોંચતા ટ્રકના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતાં તેઓ બાઇક સહિત રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજાઓ થઇ હતી.
તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ત્યાં સારવાર દરમિયાન મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસની હદની આ ઘટના હોઇ અહીં જાણ કરી હતી. મૃત્યુ પામનાર રમેશભાઇ ખેતી કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે…

