બે યુવાનોના મોત: એક સરતાનપર ગામનો
વાંકાનેર: હાઇવે રોડ પર આવેલ સરતાનપર ચોકડી પાસેથી કારમાં બે મિત્રો જઈ રહ્યા હતા અને તેઓની કાર મેઇન રોડ ઉપર લેતા હતા ત્યારે આગળ જઈ રહેલા ટ્રકની પાછળના ભાગમાં કાર ઘૂસી જવાના કારણે જીવલેણ અકસ્માત સર્જાયો હતો જેમાં કારની અંદર બેઠેલા બંને યુવાનોને ગંભીર ઇજા થઈ હતી જેથી તે બંનેના મોત નિપજ્યાં હતા




વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે રહેતા અરવિંદભાઈ જેસીંગભાઇ ઉદેશી (ઉ.33) અને તેના મિત્ર મહેશભાઈ (ઉ.24) રહે. ખાખરાળા તાલુકો મુળી વાળા ગાડીમાં બેસીને સરતાનપર રોડ ઉપરથી મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે પહોચ્યા હતા અને તેઓની ગાડીને નેશનલ હાઇવે ઉપર લેતા હતા ત્યારે આગળ જઈ રહેલા ટ્રકની પાછળના ભાગમાં ગાડી ઘૂસી ગઈ હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં કારની અંદર બેઠેલા અરવિંદભાઈ તથા તેના મિત્ર મહેશભાઈને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી.
જેથી તે બંને યુવાનોના મોત નીપજ્યા હતા અને બંને મૃતક યુવાનોના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યાર બાદ અકસ્માત મૃત્યુના આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી….

