પંચાસિયા બાદી કુટુંબનો ઇતિહાસ-3
પંચાસિયા તળની જમીનમાં ઊંડે ખોદો તો માટીના કે ધાતુના વાસણો -હાડપિંજરોના અવશેષો નિકળે છે દાણચોરો, બહારવટિયાઓ પંચાસિયાની આ વાવ અને ઓતરાદે આવેલી ગોઝારી નદીમાં રાતવાસો કરે. જો મોરબી રાજની વાર ચડે તો વાંકાનેર રાજમાં અને વાંકાનેરની વાર ચડે તો મોરબી રાજમાં…