યાર્ડ પાસેથી છરી સાથે પકડાયો
નશાની હાલતમાં વાહન ચલાવતા રાતાવીરડાનો શખ્સ પકડાયો
વાંકાનેર: અહીં નવાપરાના નાકા પાસે નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર મિલ પ્લોટમાં રહેતો એક શખ્સ TATA IPL ટી-20 માં ક્રિકેટ મેચમાં ટીમની હારજીત તથા રનફેર ઉપર રૂપિયાની હારજીતના ફોન ઉપર વાતચીત કરી સોદાઓ કરી જુગાર રમતા પકડાયો છે, બીજા આરોપી તરીકે મોબાઈલ નં-૯૬૩૮૯૪૫૫૦૧ વાળાને સોદા લખાવી એકબીજાની મદદગારી કરવાનો ગુન્હો નોંધાયો છે….



જાણવા મળ્યા મુજબ વાંકાનેર નવાપરાના નાકા પાસે નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર મિલ પ્લોટ સત્યનારાયણવાળી શેરીમાં રહેતા (1) મહમંદઅલી ઉર્ફે ગટીભાઈ સુમારભાઇ હાલા (ઉ.42) ને TATA IPL ટી-20 માં ક્રિકેટ મેચમાં ટીમની હારજીત તથા રનફેર ઉપર રૂપિયાની હારજીતના ફોન ઉપર વાતચીત કરી સોદાઓ કરી જુગાર રમતા પોલીસ ખાતાએ પકડેલ છે અને આરોપી પાસેથી રોકડ રૂ.૭૫૦/ તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૧૦,૦૦૦/-મળી કુલ રૂ.૧૦,૭૫૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે, મોબાઇલમાં કોલ હીસ્ટ્રી જોતા ડાયલ મોબાઈલ નં-૯૬૩૮૯૪૫૫૦૧ વાળાને મદદગારી સબબ આરોપી બનાવેલ છે, અને જુગારધારા કલમ ૧૨ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…..
યાર્ડ પાસેથી છરી સાથે પકડાયો
માર્કેટયાર્ડ પાસે, ચંન્દ્રપુર તા, વાંકાનેર ખાતે રહેતો રામાભાઈ માનાભાઈ સીંધવ (ઉ.38)
પોતાના કબ્જામા એક લાકડાના હાથાવાળી છરી જે હથિયાર તરીકે ઉપયોગ કરી શકાય તેવો લઈ જાહેરમાં માર્કેટયાર્ડ પાસે નીકળતા મળી આવતા અધિક જિલ્લા મેજી.સા. મોરબી જિલ્લા મોરબીના હથિયારબંધી જાહેરનામાના ભંગ અને ગુન્હો જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ નોંધાયો છે….
નશાની હાલતમાં વાહન ચલાવતા રાતાવીરડાનો શખ્સ પકડાયો
વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે રહેતો નરેશભાઈ ભુપતભાઈ રંગપરાએ ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર કેફીપીણું પીધેલ હાલતમાં પોતાના હવાલાવાળુ હિરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મો,સા, રજી નંબGJ-13-BL-35483548 કી.રૂ. ૧૫,૦૦૦/- વાળુ રાતાવીરડા ગામના સ્મશાન પાસે જાહેર રોડ ઉપર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા ગુન્હો એમ,વી,એકટ કલમ ૧૮૫, તથા પ્રોહિબીશન એક્ટ કલમ ૬૬(૧)બી, મુજબ નોંધાયો છે…
