કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

કારખાનામાં રમતો બાળક મશીનમાં આવી જતા મોત

કારખાનામાં રમતો બાળક મશીનમાં આવી જતા મોત

વરડુસરના વૃધ્ધાએ વાડીએ દવા પી લીધી

વાંકાનેર: તાલુકાના સરતનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં માતા પિતા કામ કરતાં હતા ત્યારે રમતા રમતા મશીનના બેલ્ટમાં આવી જવાથી બે વર્ષના માસુમ બાળકને ઇજા થઈ હતી અને તેનું મોત નીપજયું હતું બીજા બનાવમાં વરડુસરના વૃધ્ધાએ વાડીએ દવા પી લેતા સારવારમાં છે…..

મોરબીના સરતાનપર રોડ ઉપર આવેલ રેન્સો સીરામીક ખાતે રહેતા અને મજૂરી કામ કરતા રીતેશભાઈનો બે વર્ષનો દીકરો સિરાજ કારખાનામાં મશીન પાસે રમતા રમતા કોઈ કારણોસર મશીનના બેલ્ટમાં આવી ગયો હતો જેથી કરીને તે બાળકનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃત દેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અકસ્માતનો આ બનાવ બનેલ હતો ત્યારે મૃતક બાળકના માતા અને પિતા બંને ત્યાર કારખાનામાં કામ કરી રહ્યા હતા અને બાળક ત્યાં રમતું હતું અને રમતા રમતા મશીનના બેલ્ટમાં આવી જવાથી તેને ઇજા થઈ હતી જેથી તે બાળકનું મોત નીપજયું છે.
વરડુસરના વૃધ્ધાએ વાડીએ દવા પી લીધી
પ્રાથમિક સમાચાર મુજબ વાંકાનેર તાલુકાના વરડુસર ગામે રહેતા પ્રેમીબેન જીવણભાઈ સેવરીયા (ઉ.60) નામના વૃધ્ધાએ અગમ્ય કારણોસર તેમની વાડીએ દવા પી લેતા તેઓને મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઇ ગયા હતા. જયારે સરતાનપર રોડ ઉપર સેન્સો ચોકડી નજીક અગમ્ય કારણોસર એસિડ પી ગયેલા વિનોદભાઈ લક્ષ્મણભાઈ દેત્રોજા (ઉ.50) રહે. રવાપર રોડ શ્રીનાથજી હાઈટ ફ્લેટ નંબર-301 વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!