કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

લાલપર ગામથી સીએનજી રીક્ષા ચોરનાર પકડાયો

લાલપર ગામથી સીએનજી રીક્ષા ચોરનાર પકડાયો

રંગપર જાલીડાના બોર્ડ પાસે ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત

નાળિયેરીનો રહીશ ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ

વાંકાનેર: બે દિવસ પહેલા વાંકાનેર તાલુકાના લાલપર ગામેથી એક સીએનજી રિક્ષાની ચોરી થઈ હોય જે અંગે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ દરમિયાન પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, એક શંકાસ્પદ રિક્ષા ચાલક મોરબીથી વાંકાનેર તરફ આવી રહ્યો છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવીને શંકાસ્પદ રિક્ષાને અટકાવી હતી અને ચાલકની પૂછપરછ કરી હતી.

પોલીસની કડક પૂછપરછમાં આરોપી સોહીલ સતારભાઇ દલ (હાલ રહે. મકાન નં-૨૧૦, પ્રધાનમંત્રી આવાસ, દલવાડી સર્કલ, મોરબી અને મૂળ રહે. કલ્યાણપર, તા. ટંકારા) એ પોતે જ આ રિક્ષા ચોરી હોવાની કબૂલાત આપી હતી. આરોપીની કબૂલાત બાદ પોલીસે રૂપિયા ૫૦,૦૦૦ ની કિંમતની એક બજાજ ઓટો સી.એન.જી રિક્ષા કબજે કરી છે. પોલીસે આરોપીની અટકાયત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

રંગપર જાલીડાના બોર્ડ પાસે ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત
વાંકાનેર: રંગપર જાલીડા બોર્ડ પાસે આવેલા 27 નેશનલ હાઈવે પર ગઈ કાલે ટ્રક અને બોલેરો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બોલેરોનો ડ્રાઈવર વાહનની કેબિનમાં જ ફસાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, અકસ્માત બાદ સ્થાનિક લોકો અને બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ડ્રાઈવરને બહાર કાઢવા માટે જેસીબી અને ક્રેનની મદદ લેવી પડી હતી. ભારે જહેમત બાદ ડ્રાઈવરને કેબિનમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ ટ્રકનો ડ્રાઈવર ટ્રક સ્થળ પર જ છોડીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. વધુમાં મળતી માહિતી મુજબ, ઈજાગ્રસ્ત બોલેરોનો ડ્રાઈવર નાળિયેરી ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!