કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

મૈત્રી કરારના ખારે લાલપર પાસે હુમલાની ફરિયાદ

મૈત્રી કરારના ખારે લાલપર પાસે હુમલાની ફરિયાદ

આરોપી પાજ ગામના

રીક્ષા ડ્રાઇવરને ઉંધી કુહાડી અને પાઇપ માર્યા

વાંકાનેર: ફરિયાદીની ભત્રીજીએ ચારેક મહિના પહેલા મૈત્રી કરાર કરેલ જેનો ખાર રાખી સામે વાળા બે જણા લાલપર ગામ પાસે આવેલ બીસ્મીલ્લાહ હોટલ પાસે કુહાડી તથા પાઇપ વડે માર માર્યાની અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરીયાદ થઇ છે.

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના લાલપર ગામના રીક્ષા ડ્રાઇવર સલીમભાઈ નુરમામદભાઈ બ્લોચ (ઉં.વ.૫૧) ફરિયાદમાં લખાવેલ છે કે ગઈ તા.૨૧/૦૫/૨૦૨૬ ના રાત્રીના આઠેક વાગ્યે હું મહિકાથી મોટરસાયકલ લઈને વાંકાનેર બાજુ આવતો હતો ત્યારે અંજની જીન સામે આવેલ ભંગારના ડેલા પાસે પહોંચતા મારી ભત્રીજી અજીજાબેન જે નાસિર સાથે મૈત્રી કરાર કરીને રહે છે, જેથી તેના મામા મુરાદખાન અલીખાન પઠાણ તથા મુનિરખાન મુરાદખાન પઠાણ એમ બંન્ને એક રીક્ષામાં આવેલ અને મોટર સાયકલની સાઇડ કાપી આગળ ઉભા રહેલ હું ત્યાંથી ભાગી ગયેલ અને આગળ જતા લાલપર ગામે આવેલ બીસ્મીલ્લાહ હોટેલ પાસે આ બન્ને ઉભા હતા અને મુરાદખાને મને કુહાડીનો ઉંધો ઘા માથાના ભાગે મારેલ, મને લોહી નીકળવા લાગેલ અને મુનિરખાને મને લોખંડના પાઇ૫ મારેલ
આજુબાજુ માણસો ભેગા થઈ જતા આ બન્ને લોકો ત્યાંથી ભાગવા લાગેલ અને જતા જતા મને કહેતા ગયેલ કે ‘આજ તો તું બચી ગયો- હવે બીજીવાર ભેગો થતો નહિ, નહિ તો મારી નાખીશુ’
મારા મોટા ભાઇ અબ્દુલભાઈ ત્યાં આવી જતા મને વાંકાનેર સરકારી હોસ્પીટલ લઈ ગયેલ, વધુ સારવાર માટે રાજકોટ દાખલ કરેલ હતો…

પોલીસ ખાતાએ ગુન્હો બી,એન,એસ, કલમ-૧૧૫(૨), ૩૫૧(૨-૩), ૫૪ તથા જી,પી,એકટ કલમ ૧૩૫ મુજબ પાજ ગામના બંને આરોપી વિરુદ્ધ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!