કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

દિગ્વીજયનગરના યુવાનને રાતીદેવરીમાં માર બાબતે ફરિયાદ

દિગ્વીજયનગરના યુવાનને રાતીદેવરીમાં માર બાબતે ફરિયાદ

એટ્રોસીટી એકટ હેઠળ ફરિયાદ

એક મહિલા સહિત કુલ સાત આરોપી

વાંકાનેર: અહીં પેડક સોસાયટી દિગ્વીજયનગરમાં રહેતા અનુ, જાતિ નો યુવાન તેના ભાઈ સાથે નોનવેજ લેવા માટે ગયેલ હોય ત્યારે સામેવાળા આરોપીએ ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનિત કરી નોનવેજ કાપવાનું છરા જેવુ હથીયાર યુવાનના કપાળના ભાગે મારી લઈ તથા બીજા આરોપીએ પણ ગાળો આપતા ફરીયાદી તથા સાહેદે ગાળો આપવાની ના પાડતા કુલ સાત ઇસમોએ ગેર કાયદેસર મંડળી રચી લાકડી ધોકા પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે….

જાણવા મળ્યા મુજબ વાંકાનેર પેડક સોસાયટી દિગ્વીજયનગરના રહીશ કિશનભાઈ ધીરજભાઈ ગોરવાડીયા જાતે, અનુ, જાતિ (ઉ,વ,૨૪) એ ફરીયાદમાં લખાવેલ છે કે અમો પરિવારમાં મોટો ભાઈ નિતીન, તેનાથી નાનો હું અને બહેન જ્યોતીબેન છે અને મારી માતાનું નામ પાકુબેન છે તારીખ ૨૬/૦૬/૨૦૨૬ ના સાંજના મારા પિતાનો રાતીદેવળીથી નોનવેજ લેતા આવવાનો ફોન આવતા હું તથા મારો ભાઈ નિતીન રાતીદેવળી અલફેજ નામની દુકાને નોનવેજ લેવા માટે ગયેલ ત્યાં અન્ય ત્રણ ચાર ગ્રાહકો અમારી આગળ હતા દુકાને બાજુની દુકાનવાળો સોહિલ હાજીભાઈ પણ ઉભેલ હતો અને ઘણીવાર લાગેલ, કેટલી વાર લાગશે તેમ પુછતા તેને કહેલ કે ‘તમે અમારા ગરાગ નથી- તમારે ઉતાવળ હોય તો જ્યાંથી લેતા હોય ત્યાં લેવા જતા રહો તમે અનું. જાતિના છો અને તમને અમે નોનવેજ આપતા પણ નથી’ તેમ કહીને અમોને ગાળ આપેલ
અમે ગાળો ન આપવાનું કહેતા તે ઉશ્કેરાઈ ગયેલ અને નોનવેજ કાપવાનુ છરા જેવુ ધારવાળુ હથીયાર હાથમાં લઈ મને કપાળના ભાગે મારી લીધેલ અને ત્યાં ઉભેલ સોહિલ હાજીભાઇ પણ અમો બન્ને ભાઇઓને ગાળો આપવા લાગેલ અને જેમ ફાવે તેમ માર મારવા લાગેલ, દેકારો થતા ત્યાં અન્ય અજાણ્યા પાંચ માણસો હાથમાં લાકડી ધોકા પાઇપ લઈ આવી ગયેલ, જેમાં એક મહિલા હતી અને ચાર પુરૂષો હતા અમો બન્ને ભાઈને જેમફાવે તેમ શરીરે માર મારવા લાગેલ હતા, મને કપાળના ભાગે ગંભીર ઇજા થતા હું ત્યાં પડી ગયેલ અને મારા ભાઈ નિતીન દૂર જઈ ૧૧૨ માં ફોન કરી પોલીસ મદદ માંગેલ- થોડીવારમાં પોલીસ ગાડી આવતી જોઇ આ લોકો ત્યાંથી નાશી ગયેલ હતા અને મારા કાકા અજીતભાઇને પણ ફોનથી બોલાવતા તે પણ આવી ગયેલ
મને શરીરે તથા કપાળના ભાગે ઇજા થયેલ હોય અને લોહી નિકળતુ હોય વાંકાનેર સરકારી દવાખાને સારવારમાં લઈ ગયેલ, ડોકટરશ્રીએ મને કપાળના ભાગે ચાર પાંચ ટાંકા લઈ પાટો બાંધી આપી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરેલ હતા પોલીસ ખાતાએ (1) સોયબ (2) સોહિલ હાજીભાઇ અને (3) પાંચ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુન્હો- બી.એન.એસ, કલમ ૧૧૮(૨), ૧૮૯(૨)(૪), ૧૯૦, ૧૯૧(૨)(૩) તથા એટ્રોસીટી એકટ કલમ ૩(૨)(૫)(એ) તથા ૩(૨)(૫) જી.પી.એક્ટ કલમ ૧૩૫ કલમ તથા મમ્હે.જીલ્લા મેજી.સા ના હથીયાર બંધીના જાહેરનામાના ભંગનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!