કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

દિગ્વીજયનગરના યુવાનને રાતીદેવરીમાં માર બાબતે ફરિયાદ

દિગ્વિજયનગરના યુવક પર છરાથી હુમલો

રાતીદેવડીમાં ચિકન – મટન લેવા ગયેલો

મોરબીમાં તાજીયામાં હુલ લેતા છરી વાગતા મરણ

વાંકાનેર: અહીં દિગ્વિજયનગર, પેડક વિસ્તારમાં રહેતા યુવાન પર રાતીદેવડી ગામે મટનની દુકાન ચલાવતા અજાણ્યા માણસોએ ઝઘડો કરી કોઈ તિક્ષણ હથિયાર અને પાઇપથી માર મારતા માથે અને શરીરે ઈજા થતા વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા…

પ્રાથમિક તબક્કે જાણવા મળ્યા મુજબ દિગ્વિજયનગર, પેડક વિસ્તારમાં રહેતા કિશનભાઈ ધીરજભાઈ મકવાણા (ઉંમર વર્ષ 25) ગઈકાલે સાંજે 7 વાગ્યા આસપાસ રાતીદેવડી ગામે હતા ત્યારે મટનની દુકાન ચલાવતા અજાણ્યા માણસોએ ઝઘડો કરી કોઈ તિક્ષણ હથિયાર અને પાઇપથી માર મારતા માથે અને શરીરે ઈજા થતા વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા.

કિશને જણાવ્યું કે, તે પ્રાઇવેટ નોકરી કરે છે. 2 ભાઈ અને 1 બહેનમાં વચેટ અને કુંવારો છે. ગઈકાલે તાજીયાનો તહેવાર હોવાથી વાંકાનેરમાં જ્યાંથી તે નોનવેજ ખરીદે છે તે દુકાનો બંધ હતી. જેથી રાતીદેવડી ચિકન મટન લેવા ગયા હતા. જ્યાં દુકાન ચલાવતા વ્યક્તિએ ‘આમ તો બીજેથી નોનવેજ લ્યો છો, આજ અમારે ત્યાં કેમ આવ્યા?’ કહેતા ઝઘડો થયેલો હતો. જેથી સામેવાળા શખ્સોએ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી માંસ કાપવાનો છરો, ખુરશી અને પાઇપથી હુમલો કરેલ. ગળું દબાવી દીધેલ. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી….

મોરબીમાં તાજીયામાં હુલ લેતા છરી વાગતા મરણ
મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા થઈ હતી. તેઓને રાજકોટ સિવિલમાં ખસેડાયા છે જ્યાં અબ્દુલશા હાસમશા શાહમદાર (ઉંમર વર્ષ 55, રહે. ભોયવાડા, ઉસ્માનીયા મસ્જિદ, પાસે, મોરબી) નું મૃત્યુ નીપજ્યું છે

Content Copying Forbidden !!

error: Content is protected !!