કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

લુણસરના યુવાનના અકસ્માતમાં થયેલ મોતની ફરિયાદ

લુણસરના યુવાનના અકસ્માતમાં થયેલ મોતની ફરિયાદ

ભેરડા ગામથી પલાસ જતા રોડ ઉપર પેટ્રોલ પંપ સામેની ઘટના

સામેવાળા મંડળાસરના રહીશને પણ ઇજા

વાંકાનેર: તાલુકાનો લુણસર ગામનો આશાસ્પદ યુવાન મોટરસાયકલ લઈને આવતો હતો તે વખતે સામેથી આવતા મંડળાસર તા:થાન વાળાના મોટરસાયકલ ચાલકે સાઈડ કાપવા માટે એકદમ પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી લાવી તેના મોટરસાયકલ સાથે અથડાવી ગંભીર અકસ્માત કરી યુવાનને મોઢાના ભાગે ગંભીર બીજાઓ કરી તથા શરીરને બીજી ઇજાઓ કરી મોત નિપજાવ્યાની ફરિયાદ થઇ છે….

કલાવડીના બોર્ડે આવેલ ડિજીટલ ઇલેક્ટ્રીક સ્ટોરની ઈદ સ્પેશિયલ ધમાકા ઓફર!

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા ભીખાલાલ ત્રિભોવનભાઈ ચાવડા (ઉં.વ.૪૦) એ ફરિયાદમાં લખાવેલ છે કે હું મારે પરિવારમાં મારી પત્ની જ્યોસના (ઉ.વ. ૩૮) તથા મોટો દીકરો તરુણ (ઉંમર વર્ષ ૧૯) જે આઇ.ટી.આઇ સુધીનો અભ્યાસ કરેલો હતો. જે હાલમાં નોકરી ગોતી રહેલો હતો. તથા નાનો દીકરો ઉતમ (ઉંમર વર્ષ ૧૭) છે તારીખ ૩૧/૦૫/૨૦૨૬ ના રોજ મારા દીકરા તરુણએ મને કહેલ કે મારે વાંકાનેર નર્સરી પાસે આવેલ હેમ પેઇંટમાં ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે

મારો દીકરો મોટરસાયકલ નંબર GJ-36-AN-2416 લઈ વાંકાનેર જવા નીકળેલ હતો અને હું મારા કુટુંબીભાઈ કમલેશભાઈના ત્યાં કડિયા કામે ગયેલ, તેવામાં અગિયારેક વાગ્યાના મારી પત્ની જ્યોસનાનો મારા ઉપર ફોન આવેલ કે ‘આપણો દીકરો તરુણ અત્યારે વાંકાનેરથી પાછો આવતો હતો ત્યારે પાડધરા પલાસ રોડ ઉપર આવેલા પેટ્રોલ પંપ પાસે કોઈ મોટરસાયકલ સાથે ભટકાતા એક્સિડન્ટ થયું છે’ આથી હું તાત્કાલિક કમલેશભાઈ સાથે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં આવેલ
ત્યાં મારા દિકરા તરુણને પ્રાથમિક સારવાર કર્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ ગયેલ
મને જાણવા મળેલ કે મારો દીકરો તરુણ હેમ પેઇંટ નર્સરી વાંકાનેર ખાતેથી ઇન્ટરવ્યૂ આપી પાછો આવતો હતો ત્યારે ભેરડા ગામથી પલાસ જતા રોડ ઉપર એચપી પેટ્રોલ પંપ પાસે સામેથી આવતા એક મોટર સાયકલ જેનો રજી.નંબર GJ-13-BL-4283 નો ચાલક બે સવારીમાં પલાસ ચોકડી તરફથી આવતા હતા અને પોતાની આગળ જતા ટ્રેકને ઓવરટ્રેક કરવા જતા પુર ઝડપે અને ગફલતભરી રીતે પોતાનુ મોટર સાયકલ ચલાવી સામેથી વાંકાનેર તરફથી પોતાની સાઈડમાં આવતા મારા દિકરાના મોટર સાયકલ સાથે એક્સિડન્ટ થતા તેને આ મોઢાના ભાગે ગંભીર તથા પગના ભાગે ઇજા થયેલ હતી જે સારવાર દરમિયાન મરણ ગયેલ છે
સામે વાળા દશરથભાઇ વિનાભાઈ કોળી તથા તેની પાછળ બેસલ ઇસમ રણજીતભાઇ મોતીભાઇ કોળી રહે- બંને મંડળાસર તા:થાન વાળાને પણ ઇજાઓ થતા દશરથને હાલ સારવાર માટે રાજકોટ હોસ્પિ.માં દાખલ કરેલ છે.
પોલીસ ખાતાએ ગુન્હો:- બી.એન.એસ કલમ-૨૮૧, ૧૦૬(૧) તથા એમ.વી.એકટ-૧૭૭, ૧૮૪ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!