કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

જાલીડાના પાટીયા પાસે ઇક્કો ગાડી- બાઇકનો અકસ્માત

જાલીડાના પાટીયા પાસે ઇક્કો ગાડી- બાઇકનો અકસ્માત

ઇક્કો રોન્ગ સાઈડમાં આવી

ટોળ ગામનું દંપતી મોટર સાઈકલ લઈને ભલગામ પ્રસંગ માટે નીકળેલ

વાંકાનેર: ટોળ ગામનું દંપતી મોટર સાઈકલ લઈને ભલગામ પ્રસંગ માટે નીકળેલ હતા અને જાલીડા ગામના પાટીયા પાસે દ્રારકાધીશ હોટલ પાસે પહોચતા સામેથી રોંગ સાઇડમાં એક ઇક્કો ગાડીના ચાલકે મોટર સાઇકલ સાથે ભટકાળતા ફેક્ચર તથા ગંભીર ઇજાઓ થયેલ છે…

કલાવડીના બોર્ડે આવેલ ડિજીટલ ઇલેક્ટ્રીક સ્ટોરની ઈદ સ્પેશિયલ ધમાકા ઓફર!

જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના ટોળ ગામે રહેતા ફૈજુરઅલીભાઈ મામદભાઈ ગઢવાળા (ઉવ.૪૨) એ ફરીયાદમાં લખાવેલ છે કે અમો ત્રણભાઈ તથા ત્રણ બહેનો છીએ ગુલાબભાઇ, હનીફાબેન, નિજામુદ્દીનભાઇ, હું, નસરતબહેન અને રીઝવાનાબેન- ગઇ તા.૧૬/૦૫/૨૦૨૬ ના સાંજના મારા મોબાઇલમાં મારા મોટાભાઇ નિજામુદિનભાઇના નંબરથી અજાણ્યા માણસનો ફોન આવેલ કે તેઓનુ જાલીડા ગામના પાટીયા પાસે દ્રારકાધિશ હોટલની સામે અકસ્માત થયેલ છે આથી મેં મારા મામાના દીકરા ભલગામ વાળા યુનુસભાઇ હાજીભાઇ ભોરણીયાને એક્સીડેન્ટ બાબતની જાણ કરી હું તથા મારા કાકાના દીકરા મયુદીન અમારી ફોરવીલ ગાડી લઈ અકસ્માતવાળી જગ્યા ગયેલ
ત્યાં મારા મોટાભાઇનુ હીરો કંપની મોટરસાઇકલ રજી નંબર GJ-36-Q-2981 વાળુ તુટેલી હાલતમા પડેલ હતું, ૧૦૮માં મારા ભાઈ નિમામુદ્દીન તથા મારા ભાભી નસીમબેનને રાજકોટ ગોકુળ હોસ્પિટલમાં સારવારમા લઈ ગયેલ હતા
મારા ભાભી નસીમબેને મને વાત કરેલ કે હું તથા તમારા ભાઇ નિજામુદિન એમ અમો બન્ને ભલગામ મારા કુટુંબી ભાઇના ઘરે બોલાવવાનો પ્રસંગ હોય જેથી સાંજના મોટરસાઇકલ રજી નંબર GJ-36-Q-2981 વાળુ લઈ નિકળેલ અને જાલીડા ગામના પાટીયા પાસે આવતા અચાનક રોંગ સાઈડમા સામેથી એક ઇક્કો ગાડી નંબર GJ-03-EL-1075 આવી અને અમારા મોટરસાઇલ સાથે ભટકાતા હું તથા તમારા ભાઈ નિજામુદિન ડીવાઇડર ઉપર પડી ગયેલ અને મને પગમાં તથા પેટની ડાબીબાજુ મુઢ ઇજા થયેલ અને તમારા ભાઈને માથામા તથા પગમાં ગંભીર ઇજાઓ થયેલ છે…
પોલીસ ખાતાએ ગુન્હો. બી.એન.એસ કલમ ૨૮૧,૧૨૫(એ), ૧૨૫(બી), તથા એમ. વી એકટ કલમ-૧૭૭, ૧૮૪, ૧૧૯ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!