પાઇપ મારતા આંગળીમાં સળિયા નાખવા પડ્યાં
વાંકાનેર: જીનપરા જકાત નાકે રીક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે થયેલ બોલાચાલી અને મારામારીની વળતી ફરિયાદ થઇ છે….

જાણવા મળ્યા મુજબ વાંકાનેર સીટી સ્ટેશન રોડ રહેતા અને રીક્ષા ચલાવતા ફીરોજભાઈ મુસાભાઈ માજોઠી (ઉવ.૩૮) એ ફરીયાદમાં લખાવેલ છે કે તા ૦૫/૦૫/૨૦૨૬ ના બપોરના હું રીક્ષા લઇ વાંકાનેર જકાતનાકા રીક્ષા સ્ટેન્ડે પેસેન્ઝર ભરતો હતો ત્યારે વાંકાનેર પેડક સોસાયટીમાં રહેતો દિપક કોળી મારી પાસે આવેલ અને મને કહેલકે ‘તું કેમ મારા પેસેન્ઝરને તારી રીક્ષામાં બેસાડેસ?’ તેમ કહી ગાળો આપવા લાગેલ મને વાસામાં તથા હાથના ભાગે ઢીકાપાટુ મારવા લાગેલ અને બાદ તે લોખંડનો પાઇપ લઇને મારા પાસે આવેલ અને મને

મારવા જતા મેં મારો ડાબો હાથ આડો રાખતા મને ડાબા હાથમાં લોખંડનો પાઇપ વાગી ગયેલ અને તે ત્યાંથી જતો રહેલ અને મેં મારા મામાના દીકરા ચાંદશા બાબુશા શાહમદાર તથા મારા ડ્રાઇવર અલીભાઇને ફોન કરી જકાતનાકે બોલાવેલ અને મને વાંકાનેર પી૨ મસાયખ હોસ્પીટલે લાવેલ અને તે વખતે મારા પત્ની ફરજાના તથા મારી માતા બીબીબેન પણ દવાખાને આવી ગયેલ હતા ડોકટરે હાથની પહેલી આંગળીમાં ફેકચર હોવાનુ જણાવી ઓપરેશન કરી સળીયા નાખેલ બીજા દિવસે મને વાલ્વની બીમારી હોય તેમજ શરીરમાં તથા આંગળીના ભાગે દુ:ખાવો થતો હોય જેથી પો.સ્ટે. ફરીયાદ કરવા ગયેલ નહી અને ફરીથી તે જ હોસ્પીટલમાં દાખલ થયેલ છુ. પોલીસ ખાતાએ ગુન્હો બી.એન એસ કલમ ૧૧૭(૨), ૧૧૫(૨) ૩૫૨ જી.પી, એકટ ૧૩૫ કલમ અને મહે, જીલ્લા મેજી સા ના જાહેરનામાના ભંગનો ગુન્હો નોંધેલ છે…

