દારૂની 13 બોટલ સાથે પકડાયો
વાંકાનેરમાં આરોગ્યનગરના ઢાળિયા પાસે આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર મોબાઈલ ફોનથી હાર જીતના સોદા લખવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં રેડ કરીને એક શખ્સને પકડવામાં આવેલ છે અને તે શખ્સ જેની સાથે મોબાઈલ ફોન ઉપર સોદા લખાવવામાં આવતા હતા તે મોબાઈલ નંબરના આધારે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. બીજા બનાવમાં દારૂની 13 બોટલ સાથે પકડાયો છે…




























વાંકાનેરમાં આરોગ્યનગરના ઢાળિયા પાસે ગાયત્રી મંદિર નજીક આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી મોબાઈલ ફોન ઉપર આઇપીએલની રાજસ્થાન રોયલ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે ચાલતી મેચ ઉપર હાર જીતનો સટ્ટો રમતા હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું જેથી પોલીસે 20,000 રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન કબજે કર્યો હતો અને આરોપી સન્ની જયંતીભાઈ માણસુરીયા (24) રહે. આરોગ્યનગરના ઢાળિયા ઉપર ગાયત્રી મંદિર પાસે વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને આ શખ્સ દ્વારા મોબાઈલ નંબર 9274114545 ના ધારક સાથે સોદા લખાવવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી આ મોબાઈલ ફોનના ધારક સહિત કુલ બે વ્યક્તિઓ સામે ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
દારૂની 13 બોટલ સાથે પકડાયો
વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ સેન્સો ચોકડી પાસે આવેલ શ્રી વેલનાથ ગેસ એજન્સી નામની દુકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 13 બોટલ મળી આવી હતી જેથી 1300 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને કરણભાઈ જગદીશભાઈ સરવૈયા (25) રહે. માધાપર વિસ્તાર શેરી નં. 29 કપિલા હનુમાન મંદિર પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
