કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

સ્કોર્પીયો કારે બાઈકને હડફેટે લેતા અકસ્માતમાં મરણ

નર્સરી ચોકડી પાસેનો બનાવ

સ્કોર્પીયો ચાલક નાસી ગયો

વાંકાનેર: અહીંની નર્સરી ચોકડી પાસે મુળી તાલુકાના યુવાનના મોટર સાયકલને એક સ્કોર્પીયો કારે હડફેટે લેતા માથાના ભાગે ગંભી૨ ઈજા કરતા મરણ ગયેલ છે.

જાણવા મળ્યા મુજબ દાધોળીયા ગામ (તા. મુળી)ના ઘનશ્યામભાઈ બચુભાઈ વારેવડીયા/પ્રજાપતિ, (ઉંવ ૪૪) એ ફરીયાદમાં લખાવેલ છે કે ફરીયાદીના પિતા મોટરસાઈકલ રજી નં.- GJ-13-AC-9974 વાળુ લઈને પોતાના ઘરે પરત આવતા હતા ત્યારે નર્સરી ચોકડી પાસે પહોચેલ ત્યારે એક સ્કોર્પીયો કાર રજી.નં.- GJ-36-AJ-4450 વાળાના ચાલકે પોતાના હવાલા વાળી સ્કોર્પીયો કાર પુરઝડપે ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાઈ તે રીતે ચલાવી ફરીયાદીના પિતાશ્રીને પાછળથી ઠોકર મારી હડફેટ લઈ પછાડી દઈ નાસી જઈ ફરીયાદીના પિતાને માથાના ભાગે ગંભી૨ ઈજા કરતા મરણ ગયેલ છે.

પોલીસ ખાતાએ ગુન્હો બી.એન.એસ કલમ- ૨૮૧, ૧૦૬(૧), M.V.ACT કલમ ૧૭૭,૧૮૪, ૧૩૪ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!