બે કી.મી. દૂર ભાગી અલ્ટો ચાલક ગાડી મૂકી નાસી ગયેલ
મહીકા ગામથી આગળ ગારીડા ગામના પાટીયા પાસેનો બનાવ
વાંકાનેર: તાલુકાના કોઠી ગામના કોળી શખ્સ મહીકા ગામથી આગળ ગારીડા ગામના પાટીયા બાજુના રોડ ઉપર મોટર સાયકલ લઇ જતા હતા ત્યારે એક મારૂતી કંપનીની જુની અલ્ટોના ચાલકે પુર ઝડપે બેફીકરાઈથી ચલાવી પાછળથી ભટકાડતા મરણ ગયાની ફરિયાદ નોંધાઈ છે….

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના કોઠી ગામના સીંધાલાલ કેશવજીભાઇ બાંભણીયા જાતે. કોળી (ઉવ.૨૭) એ ફરીયાદમાં લખાવેલ છે કે મારે સાત બહેનો છે તા.૦૯/૦૬/૨૦૨૬ ના સવારના હું જોધપર આવેલ એડવીક કારખાનામાં મજુરી કામ કરવા ગયેલ ત્યારે મારા મોબાઇલ ફોનમા મારા કાકાના દીકરા ગોવીંદનો ફોન આવેલ કે મોટાબાપુ કેશવજીભાઈનું મહીકા ગામથી આગળ અકસ્માત થયેલ છે અને અમે તેમને ૧૦૮ માં રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે લઈ જઈ છીએ
જેથી હું ઘરે જઈ મારા બનેવી કેતનભાઈ મનુભાઈને લઈ રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે ગયેલ અને ત્યાં મારા ભાઈ ગોવીંદભાઇ, મારા ફૈનો છોકરો દીલીપભાઈ રમેશભાઈ તથા ભાવેશભાઇ ગોરધનભાઈ હાજર હતા, આ અકસ્માત બાબતે પુછતા જણાવેલ કે કોઇ અજાણ્યા માણસે ફોન પર કહેલ કે મહીકા ગામથી આગળ ગારીડા ગામના પાટીયા બાજુના રોડ ઉપર એક અલ્ટોગાડી વાળાએ પાછળથી અકસ્માત કરેલ છે મોટર સાયકલ નં-GJ-02-E873 5 વાળુ પણ રોડ ઉપર પડેલ હતું.


ડોક્ટર સાહેબે કેશવજીભાઈને બંને પગમા ફેકચર તથા માથાના ભાગમાં હેમરેજ જેવી ગંભીર ઈજાઓ થવાથી મરણ ગયેલ
પાછળથી જાણવા મળેલ કે મારા પિતા બાઇકમાં પેટ્રોલ પુરાવી રોડ ઉપર જતા હોય ત્યારે પાછળથી આ અલ્ટોગાડીના ચાલકે મારા પિતાના મોટર સાયકલ સાથે ભટકાડી પોતાની અલ્ટો ગાડી લઈ નાસી જઈ આશરે બે કી.મી.દુર મુકી ભાગી ગયેલ અને આ અલ્ટોના રજી નં-GJ-09-AG-8050 વાળી હોવાનુ જાણવા મળેલ હતું પોલીસ ખાતાએ અલ્ટોના ચાલક સામે ગુન્હો- ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૨૮૧,૧૦૬(૧), એમ.વી.એકટ કલમ-૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

