મરણ જનાર આરોપી
બાઈક થાંભલા સાથે અથડાયું
બાઈક ઉછળીને અન્ય મોટર સાયકલ સાથે અથડાતા વિસીપરાના દંપતીને પણ ઇજા
વાંકાનેર: વિશીપરા પ્રાથમીક શાળા પાછળ રહેતા દંપતી મોટર સાયકલ લઈને રાજકોટથી પરત આવતા અમરસર ફાટકથી થોડે પહેલા આવેલ દુધની ડેરી પાસે સામેથી એક મોટર સાયકલ ચાલક પુરઝડપે લઈને આવતો હતો અને અચાનક રોંગસાઈડમાં થાંભલા સાથે તેનું મોટર સાયકલ ભટકાયેલ અને તેનુ મોટર સાયકલ ઉછળીને દંપતીના એક્સેસ સાથે અથડાતા દંપતીને પણ ઇજા થયેલ મોટર સાયકલ ચાલકનું મરણ થયેલ છે…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર વિશીપરા પ્રાથમીક શાળા પાછળ રહેતા સીક્યોરીટીગાર્ડ હસમુખભાઇ જીવણભાઇ ટુડીયા/ પ્રજાપતિ (ઉ.વ.૫૪) એ ફરીયાદમાં લખાવેલ છે કે ગઈ કાલ તા.૦૬/૦૬/૨૦૨૬ ના હું તથા મારી પત્નિ કિરણબેન એક્સેસ મોટર સાયકલ રજી,નં, GJ -36-N-9785 વાળુ લઈને રાજકોટ મારી દિકરીને ઘરેથી પરત આવવા નિકળેલ અને અમરસર ફાટકથી થોડે પહેલા આવેલ દુધની ડેરી પાસે સાડા અગીયારેક વાગ્યાના અરશામાં 
સામેથી એક મોટર સાયકલ ચાલક પુરઝડપે લઈને આવતો હતો અને અચાનક રોંગસાઈડમાં થાંભલા સાથે તેનું મોટર સાયકલ નંબર GJ-36-BC-0006 ભટકાયેલ અને તે નિચે પડી ગયેલ અને તેનુ મોટર સાયકલ ઉછળીને મારા એક્સેસ સાથે આગળ અથડાતા હું તથા મારી પત્નિ નિચે પડી ગયેલ અને 

મને ડાબા હાથના આંગળીમાં તથા ડાબા પગના અંગુઠામાં તથા મારી પત્નિ કિરણબેનને ડાબા પગની આંગળીમાં ઇજા થયેલ અને મોટર સાયકલ ચાલક બેભાન થઈ ગયેલ તેને કોઇ માણસ રીક્ષામાં વાંકાનેર હોસ્પીટલ લઈ ગયેલ
મેં મારા સાળાના દિકરા ભાર્ગવને ફોન કરતા તે પોતાની કાર લઈને આવી જતા અમને તેમાં બેસાડી વાંકાનેર ખાનગી હોસ્પીટલમાં સારવારમાં દાખલ કરેલ બાદ મને જાણવા મળેલ કે મોટર સાયકલ ચાલકને હોસ્પીટલ લઈ જતા મરણ ગયેલ છે…

