કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ડો. નઇમ શેરસીયા ને INI-CET માં AIR-279

ડો. નઇમ શેરસીયા ને INI-CET માં AIR-279

રાષ્ટ્રીય સ્તરની પરીક્ષામાં વાંકાનેરના વિદ્યાર્થી ઉત્તીર્ણ

વાંકાનેર: સમગ્ર ભારત દેશમાં એઇમ્સ – દીલ્હી દ્વારા 16 મે 2026 ને શનિવારના રોજ લેવાયેલ INI-CET (ઇન્સ્ટીટયુટ ઓફ નેશનલ ઇમ્પ્લેટન્સ કમ્બાઇન્ડ એન્ટ્રેન્સ ટેસ્ટ – એઇમ્સ માં MD/ MS ના અભ્યાસ માટેની પરીક્ષા) માં વાંકાનેર ના ડો. નઇમ ઉસ્માનભાઈ શેરસીયા AIR – 279 (પર્સન્ટાઈલ – 99.70) સાથે ઉતીર્ણ થઇ વાંકાનેર તાલુકા તથા મોમીન સમાજનું ગૌરવ વધારેલ છે.

કલાવડીના બોર્ડે આવેલ ડિજીટલ ઇલેક્ટ્રીક સ્ટોરની ઈદ સ્પેશિયલ ધમાકા ઓફર!

ડો. નઇમ શેરસીયાએ 13 એપ્રીલ 2026 ને સોમવારના રોજ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની હાજરીમાં યોજાયેલ એઇમ્સ – રાજકોટના પ્રથમ પધ્વીદાન સમારંભમાં MBBS ની ડીગ્રી મેળવી હતી. ડો. નઇમ શેરસીયા વાંકાનેરના ડો. યુ.આર. શેરસીયા (મોનશાહ કલીનીક જીનપરા મેઇન રોડ વાંકાનેર) ના નાના પુત્ર છે તથા વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામના વતની મર્હુમ ખેડૂત રાજેભાઈ અમીભાઈ શેરસીયાના પૌત્ર છે.
સમગ્ર ભારત દેશમાં INI-CET ની પરીક્ષામાં 75000 વિધાર્થી માંથી 51563 વિધાર્થી એઇમ્સમાં MD/ MS અભ્યાસ કરવા માટે કવોલીફાઇડ થયેલ છે. હાલમાં અત્યારે સમગ્ર ભારત દેશમાં કુલ 20 એઈમ્સ કાર્યરત છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!