કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ડમ્પર કહેર: ચાલીને જતા મહિલાને હડફેટે લીધી

ડમ્પર કહેર: ચાલીને જતા મહિલાને હડફેટે લીધી

ઢુવા ગામના ઝાંપા પાસેનો બનાવ

બે બાળકો માં વગરના બન્યા

વાંકાનેર: ઢુવા ચોકડીથી ચાલીને નવા ઢુવા ઘરે આવતા એક મહિલાને ઢુવા પી,એચ, સી. પાસે પહોંચતા ઢુવા ચોકડી તરફથી આવતા એક ટ્રક ડમ્પર વાળાએ પાછળથી હડફેટે લેતા શરીરે ગંભીર ઇજા થતા મરણ ગયેલ છે.

જાણવા મળ્યા મુજબ મજુરી કરતા નવા ઢુવાના સુરેશભાઈ વાલજીભાઇ રંગપરા જાતે, કોળી (ઉ.વ.૪૧) એ ફરીયાદમાં ખાવેલ છે કે હું માટેલ રોડ ઉપર આવેલ સ્ટાઈલીન સેનેટરીમાં મજુરી કામ કરું છે, સંતાનમાં એક દીકરો વિરાજ ઉ.વ.૧૧ વર્ષનો છે તથા એક દીકરી વિરાલી ઉ,વ,૦૯ વર્ષની છે મારી પત્નિ બંધુનગરની સામે આવેલ સોનમ સેનેટરીમાં મજુરીકામ કરતી હતી
ગઈ કાલે બપોરના અમારા ગામના ઇન્દ્રજીતસિંહ ઝાલાએ ફોન ઉપર જણાવેલ કે તમારા પત્નિ રીટાબેન ઢુવા રોડ ઉપર ચાલીને જતા હતા ત્યારે ચોકડીથી પી.એચ.સી. પહેલા ગામના ઝાંપા પાસે ટ્રક ડમ્પર રજી.નં.GJ-36-T-9404 વાળાએ પાછળથી હડફેટે લેતા શરીરે ગંભીર ઈજા પહોંચેલ છે આથી હું બનાવ સ્થળે જવા નીકળી ગયેલ અને ત્યાં જઈને જોતા મારી પત્નિને શરીરે ગંભીર ઈજા પહોંચેલ હોય ૧૦૮ માં વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ આવેલ જ્યાં ફરજ પરના ડૉકટર સાહેબે મારી પત્નિને જોઈ તપાસી મરણ ગયેલનું જાહેર કરેલ. પોલીસ ખાતાએ ડમ્પર ચાલક વિરુદ્ધ બી.એન,એસ કલમ-૧૦૬(૧), ૨૮૧ તથા M.V.ACT કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!