બાઈક પર દારૂ લઇ જતા પકડાયો
બંધ દુકાનના તાળા ફંફોળતો પકડાયો
વાંકાનેર: અહીં ડબલ ચાલી મીલ પ્લોટમાં રહેતા બાપ-દીકરા ઈંગ્લીશ દારૂ વેંચતા અને નવાપરા પરમેશ્વર સોસાયટીમાં રહેતો યુવાન બાઈક પર દારૂ લઇ જતા પકડાયો હતો, ઢુવા ભવાની વે બ્રીજ પાસે બંધ દુકાનના તાળા ફંફોળતો મકનસરનો યુવાન પકડાયો છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં ડબલ ચાલી મીલ પ્લોટમાં રહેતા (1) રાજેશભાઈ કાનજીભાઈ કોરડીયા (ઉ.45) અને (2) શ્રવણ ઉર્ફે મોટો રાજેશભાઈ કોરડીયાના રહેણાંકના ઘરમાંથી ઇંગલીશ દારૂની બોટલ નંગ-૦૬ કી.રૂ.૬૬૦૦/-નો તથા બીયર ટીન નંગ-૧૦ કી.રૂ.૨૨૦૦/-મળી કુલ. ૮૮,૦૦/-નો મુદામાલ મળી આવતા બાપ-દીકરા સામે ગુન્હો પ્રોહિ એકટ કલમ- ૬૫(એ)(એ), ૧૧૬-બી, ૮૧ મુજબ નોંધાયેલ છે કાર્યવાહી બાતમીના આધારે વાંકાનેર સીટી પો. સ્ટેશનના પો.કોન્સ દર્શીતભાઈ ગીરીશભાઈ વ્યાસ,પો.કોન્સ હીતેન્દ્રસિંહ મનુભા ઝાલા, દિવ્યરાજસિંહ પ્રુથ્વિસિંહ ઝાલા વિગેરે સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી…
બાઈક પર દારૂ લઇ જતા પકડાયો
આ અગાઉ વાંકાનેરના નવાપરા પંચાસર રોડેથી બાઈક નંબર જીજે 36 એચ 6286 રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની 81 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 24,300 ની કિંમતનો દારૂ તથા 30,000 ની કિંમતનું વાહન આમ કુલ મળીને 54,300 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી મુન્નાભાઈ રમેશભાઈ બાવળવા (27) રહે. નવાપરા પરમેશ્વર સોસાયટીની ધરપકડ કરી હતી.
બંધ દુકાનના તાળા ફંફોળતો પકડાયો
ઢુવા ભવાની વે બ્રીજ પાસે મનજીભાઇ ઉફૈ શકતી મંગાભાઇ થરેસા (ઉવ ૩૦) રહે. નવા મકનસરવાળાને રોડની સાઇડમાં આવેલ બંધ દુકાનના તાળા ફંફોળતો શંકાસ્પદ હાલતમાં જોવામાં આવતા હોલમાતાના મંદીરના ગેટે તથા બંધ દુકાનના તાળા ફંફોળતો શંકાસ્પદ હાલતમા કોઇ કોગ્નીઝેબલ ગુન્હો કરવાના ઇરાદે મળી આવતા જી,પી,એક ટ કલમ-૧૨૨(સી) મુજબનો પોલીસ ખાતાએ ગુન્હો નોંધેલ છે….
