NDPS નો આરોપી પકડાયો
રાતાવિરડાની મહિલાએ દવા પીઘી
વાંકાનેર: શહેર નજીક રાજાવડલા રોડ પર આવેલી અંધ અપંગ ગૌશાળાના સૂકા ઘાસના ગોડાઉનમાં ગઈ કાલે બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉઠવાની ઘટના સામે આવી હતી. આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.



ઘટનાની જાણ થતાં જ વાંકાનેર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમયસૂચકતા તથા ઝડપી કામગીરી હાથ ધરી આગ પર કાબુ મેળવ્યો હતો. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં સૂકો ઘાસ સંગ્રહિત હોવાથી આગ વધુ ફેલાય તેવી ભીતિ સર્જાઈ હતી, પરંતુ ફાયર ટીમની સતર્ક કામગીરીને કારણે મોટી જાનહાનિ અને નુકસાની ટળી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
NDPS નો આરોપી પકડાયો
રાજકોટ રેન્જ આઈ.જી. તેમજ મોરબી જિલ્લા એસ.પી. દ્વારા જિલ્લામાં નાસતા ફરતા અને પકડવા પરના બાકી આરોપીઓને ઝડપી પાડવા સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને મોરબી એસ.ઓ.જી. ના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ SOG સ્ટાફ કામગીરી કરી રહ્યો હતો. તે દરમિયાન SOG ટીમને ખાનગી બાતમી મળી હતી કે, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બી-પાર્ટ ગુનો રજીસ્ટર નંબર 0353/2026 માં NDPS એકટની કલમ 8(C), 20(B)(2-A) અને 29 હેઠળ પકડાવાનો બાકી રહેલો આરોપી મોરબી વિસ્તારમાં હાજર છે. બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા અને શોધખોળ દરમિયાન પોલીસે આરોપી સોહિલભાઈ અનવરભાઈ પઠાણને ઝડપી પાડ્યો હતો. આરોપી મોરબીના વાવડી રોડ પર ગોકુલ પાર્ટી પ્લોટ સામેની શેરીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. પકડાયેલ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
રાતાવિરડાની મહિલાએ દવા પીઘી
વાંકાનેરના રાતાવિરડા ગામે રહેતા આશાબેન રાજાભાઈ ઠાકોર નામની 29 વર્ષની મહિલા કોઈ કારણસર દવા પી ગયેલ હતી, તેણીને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી….

