કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ઢુવા ગામ નજીક ટ્રકમાં આગ લાગી

ઢુવા ગામ નજીક ટ્રકમાં આગ લાગી

ટાયર ફાટવાના ભયાનક ધડાકા સંભળાયા

વાંકાનેર વૃદાવન સોસાયટીમાં ચોરી કરનાર પકડાયો

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક ટ્રકમાં આગ લાગતાની સાથે જ ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિએ સમયસૂચકતા વાપરી તુરંત નીચે ઉતરી ગયા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. જોકે, આગ ધીમે ધીમે આખા ટ્રકમાં પ્રસરી ગઈ હતી. ખાસ કરીને પાછળના ટાયર સળગતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા દેખાયા હતા. ટ્રક આખો સળગી જવાથી ટાયર ફાટવાના ભયાનક ધડાકા પણ સંભળાયા હતા.

આ બનાવને પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે સ્થિતિને કાબુમાં લેવા માટે રસ્તો એક તરફ ડાયવર્ટ કર્યો હતો જેથી વાહનવ્યવહાર ચાલુ રાખી શકાય. મોરબી ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા

વાંકાનેર વૃદાવન સોસાયટીમાં ચોરી કરનાર પકડાયો: વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો ગુનાઓ ઉકેલવા માટે સક્રિય હોય, દરમિયાન હ્યુમન સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે કો. દર્શિતભાઇ વ્યાસ, હિતેન્દ્રસિંહ ઝાલાને એક ચોક્કસ બાતમી મળી હતી કે વાંકાનેરની વૃંદાવન સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા આઠેક મહિનાથી નાસતો ફરતો આરોપી રાજકોટના કુબલીયાપરામાં હોય જેથી પોલીસે સ્થળ પર દરોડો પાડી આરોપી કમલેશ ઉર્ફે કમો દીપક સોલંકી (ઉ.વ. 29, રહે. કુબલીયાપરા શેરી નં.5, મચ્છી ચોક પાસે, રાજકોટ)ને ઝડપી પાડી આરોપી પાસેથી ચોરીમાં ગયેલો મુદ્દામાલ પૈકી એક સોનાનો ચેઇન, સોનાનું પેન્ડલ, સોનાની બુટ્ટી તથા રોકડ રકમ રૂા.1,07,000 સહિત કુલ રૂા.1,39,000નો મુદ્ામાલ રિકવરી કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!