કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

મંગેતરે દગો દેતા યુવતીનો આપઘાતનો પ્રયાસ

મંગેતરે દગો દેતા યુવતીનો આપઘાતનો પ્રયાસ

યુવાને હવસ સંતોષી પછી લગ્ન કરવાનો ઇન્કાર કર્યો

ભાવિ ભરથાર માની વિશ્વાસ મુક્યો તેનો જ વિશ્વાસઘાત
20 વર્ષીય યુવતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

વાંકાનેર: ચોટીલાની યુવતીની સગાઈ થયા બાદ મંગેતરે શરીરસુખ માણી પોતાની હવસ સંતોષીને બાદમાં લગ્ન કરવાની ના પાડી દેતા યુવતીએ ફિનાઈલ ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ચોટીલાની 20 વર્ષીય યુવતીને રાજકોટ સિવિલમાં દાખલ કરાઈ હતી. તેણીએ વાંકાનેરના યુવક સામે આક્ષેપ કર્યાં છે.કલાવડીના બોર્ડે આવેલ ડિજીટલ ઇલેક્ટ્રીક સ્ટોરની ઈદ સ્પેશિયલ ધમાકા ઓફર!

આ અંગે પ્રાથમિક મળતી માહિતી મુજબ, ચોટીલાની સાંઈધામ સોસાયટી વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીએ ગઈકાલે સાંજે સાત વાગ્યા આસપાસ પોતાના ઘરે ફિનાઈલ પી લીધું હતું. પરિવારજનોને જાણ થતા યુવતીને તત્કાલ ચોટીલાની સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાઈ હતી. જ્યાં તે હાલ સારવાર હેઠળ છે.

યુવતી અને તેમના પરિવારજનોએ જણાવ્યા મુજબ, યુવતીની સગાઈ વાંકાનેરના એક યુવાન સાથે થઈ હતી. દરમિયાન યુવકના કુટુંબમાં એક લગ્ન પ્રસંગ આવતા યુવતીને લગ્ન પ્રસંગે તેડાવી હતી વાંકાનેરમાં યુવતી પાંચ દિવસ રોકાઈ હતી.

આ દરમિયાન યુવકે યુવતી સાથે મીઠી મીઠી વાતો કરી, આપણે તો લગ્ન કરવાના જ છીએ. તેમ વાતોમાં ફસાવી શરીર સંબંધ બાંધ્યો હતો. આ બાદ યુવતી પોતાના ઘરે આવી ગઈ હતી. થોડા સમય બાદ યુવકનું વર્તન બદલવા લાગ્યું હતું અને તેણે યુવતી સાથે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. જેને ભાવિ ભરથાર માની વિશ્વાસ મુક્યો તેને જ દગો આપતા યુવતીએ આ પગલું ભર્યું હતું. હાલ યુવતી સારવાર હેઠળ છે. પોલીસે તેનું નિવેદન લેવા માટે કાર્યવાહી કરી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!