કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

લિંબાળાના ઢાળ પાસે અકસ્માતમાં ઇજા

રોડ ક્રોસ કરતા સ્કોર્પીયો હડફેટે ઇજા

વાંકાનેર બાઉન્ટ્રી પાસેનો બનાવ

વિનયગઢની સીમમાં ખનીજ ચોરી પકડાઈ

વાંકાનેર: ધોરાજીથી બાયોકોલ ભરીને ધોરાજીથી દહેજ જવા નીકળેલા શખ્સને રાત્રીના વાંકાનેર બાઉન્ટ્રી પાસે આવેલ બિસ્મીલ્લાહ હોટલ પાસે ચા પાણી પીવા રોડ ક્રોસ કરતી વખતે ચોટીલા તરફથી એક સ્કોર્પીયો ગાડીના ચાલકે તેમના પતિને હડફેટે લઇ ઇજાઓ પહોંચાડી હતી અને ગાડી ચાલક નાશી ગયાનો ગુન્હો નોંધાયો છે…

જાણવા મળ્યા મુજબ ધોરાજી જમનાવડ રોડ ગોપાલનગર ગાયત્રી મંદિર વાળી શેરી માં રહેતા જોશનાબેન દિનેશભાઈ ઓધવજીભાઈ કલોલા (ઉ.વ.૫૪)એ ફરીયાદમાં લખાવેલ છે કે તા.૨૯/૦૩/૨૦૨૬ ના રાત્રીના વાંકાનેર બાઉન્ટ્રી પાસે હાઇવે રોડ પર મારા પતિનું એકસીડન્ટ થયેલ હોય તેમને રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે રીફર કરેલ, આથી હું ત્યાં ગયેલ અને મારા પતિને માથાના ભાગે, ડાબા ખંભે, પાંસળીમાં, ડાબી સાઈડ કમરના થાપાના ભાગે તથા પેટના ભાગે ઇજાઓ થયેલ હતી. તેઓએ મને વાત કરેલ કે હું ટ્રક રજી નંબર, GJ-12-Y-9395 વાળામાં બાયોકોલ ભરીને ધોરાજીથી દહેજ જવા માટે નીકળેલ રાત્રીના એકાદ વાગ્યે વાંકાનેર બાઉન્ટ્રી પાસે આવેલ બીસ્મીલ્લાહ હોટલ ખાતે જમવા માટે રોકાયેલ, સામે ચા પાણીની હોટલમાં ચા પાણી પીવા માટે રોડ ક્રોસ કરીને જતો હોય તે વખતે હાઇવે રોડની પટ્ટી ઉપર પહોંચતા ચોટીલા તરફથી એક સ્કોર્પીયો કાર વાળાએ પોતાના હવાલાવાળી ગાડી પુરઝડપે ચલાવી આવી મને હડફેટે લેતા હું ફંગોળાઈને રોડ પર પડેલ, ગાડીનો ચાલક નાશી ગયેલ હતો. પોલીસ ખાતાએ ગુન્હો, ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ – ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), તથા એમ.વી એકટ કલમ-૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

વિનયગઢની સીમમાં ખનીજ ચોરી પકડાઈ
મોરબી એલસીબી અને વાંકાનેર એસઓજીને ખાણ-ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટરને સાથે રાખીને વિનયગઢની સીમમાં અચાનક દરોડો પાડતા ગેરકાયદેસર ખનન માટે ઉપયોગમાં લેવાતા ભારે વાહનો અને મશીનરી રંગેહાથ ઝડપાઈ ગયા હતા. તંત્રએ સ્થળ પરથી એક જે.સી.બી. (JCB) મશીન, ટ્રેક્ટર લોડર તથા છ ડમ્પર સહિત કુલ રૂ. 1.39 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિમાં સંડોવાયેલા ખનીજ માફીયા ૧). ગભરૂભાઈ નાથાભાઈ રબારી (રહે. તરણેતર, તા. થાનગઢ) અને ૨). વાલાભાઇ ગગજીભાઈ અલગોતર (રહે. જામવાડી, તા. થાનગઢ) સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!