કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

જાણી: કઈ સોલાર પેનલ છે વધુ સારી ?

જાણી: કઈ સોલાર પેનલ છે વધુ સારી ?

P ટાઇપ કે N ટાઇપ?

સોલાર પેનલ લગાવતા પહેલા જાણી લેજો
આવી માહિતી ડીલર આપે તો સારું

આજકાલ સોલાર પેનલ વીજળીનો લોકપ્રિય સ્ત્રોત બની ગયો છે. સરકારના સોલાર મિશનના કારણે પરંપરાગત પાવરગ્રિડનો લોડ સોલાર પેનલથી ઉત્પન્ન થતી વીજળીના કારણે ઓછો થઈ રહ્યો છે. એ જ કારણે છે કે, લોકો પોતાના ઘરની છતો પર સોલાર પેનલ લગાવી રહ્યાં છે, જેથી વીજળીના બિલના ભારણથી મુક્તિ મળી શકે. જો કે સોલાર સિસ્ટમ લગાવવાનો ખર્ચો વધારે આવે છે. જેના કારણે સરકાર તેના પર સબસિડી પણ આપી રહી છે.

જો તમે પણ પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માગો છો તો તેના પ્રકાર અને ક્ષમતા વિશે જાણકારી હોવી જોઈએ.
હાલ માર્કેટમાં બે પ્રકાર P ટાઇપ અને N ટાઇપની સોલાર પેનલ ઉપલબ્ધ છે. આ બંને પેનલ અલગ અલગ ટેક્નોલોજી પર કામ કરે છે, જેના કારણે તેની કિંમત અને ક્ષમતામાં પણ તફાવત છે. આ બંને પેનલમાંથી તમારે કોની પસંદગી કરવી જોઈએ, તેની જાણકારી હોવી જરૂરી છે. તો આવો તેના વિશે વિસ્તારથી જાણીએ
P- ટાઇપ સોલાર પેનલમાં સિલિકન અને બોરોન વચ્ચે કેમિકલ રિએક્શન થાય છે, જેના કારણે ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે. આ સોલાર પેનલ તમને બજારમાં સરળતાથી મળી જશે. જ્યારે N- ટાઇપ સોલાર પેનલમાં સિલિકનની સાથે ફોસ્ફરસનું કેમિકલ રિએક્શન થાય છે. આ સોલાર પેનલ સરળતાથી મળતી નથી. અમુક જ કંપનીઓ N- ટાઇપ સોલાર પેનલ બનાવે છે.
પી -ટાઇપ સોલાર પેનલમાં વપરાતું બોરોન હવામાં હાજર ઓક્સિજન સાથે રિએક્ટ થઈને બોરોન-ઓક્સિજન ડિફેક્ટ ઉત્પન્ન કરે છે. આ ડિફેક્ટને કારણે સોલાર પેનલમાં LID એટલે કે Light Induced Degradation થાય છે, જે પેનલની ક્ષમતાને કાયમી રીતે ઘટાડી દે છે. P-ટાઇપ સોલાર પેનલ જ્યારે પહેલી વખત સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે ત્યારે જ તેમાં LID ઉત્પન્ન થઈ જાય છે. આ કારણે તેનું પર્ફોર્મન્સ સમય જતાં ધીરે ધીરે ઘટતું જાય છે.
N-ટાઇપ સોલાર પેનલમાં બોરોન હોતું નથી, તેથી તેમાં LID નહિવત્ હોય છે. આ કારણે જૂની થવા છતાં પણ તેની ક્ષમતા ટકી રહે છે. P-ટાઇપ પેનલને એક વખત ઇન્સ્ટોલ કર્યા પછી 10 વર્ષ સુધી સારી રીતે વીજળી ઉત્પન્ન કરી શકાય છે. જ્યારે N-ટાઇપ પેનલથી તમે ઓછામાં ઓછા 12 વર્ષ સુધી વીજળી ઉત્પન્ન કરી શકો છો. કારણ કે તેમાં ડિગ્રેડેશન નજીવું હોય છે, તેથી તે લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય
પર્ફોર્મન્સની વાત કરીએ તો N-ટાઇપ પેનલમાં તમને વધુ સારું પાવર જનરેશન મળે છે અને તે લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય છે. પરંતુ તેની કિંમત P-ટાઇપ કરતાં ઘણી વધારે હોય છે. N-ટાઇપ સોલાર પેનલ મુખ્યત્વે વ્યાવસાયિક (કોમર્શિયલ) અને પાવર ગ્રીડ માટે વપરાય છે. જ્યારે P-ટાઇપ પેનલની ક્ષમતા N-ટાઇપ કરતાં માત્ર 4% જેટલી જ ઓછી હોય છે. સસ્તી અને સરળતાથી ઉપલબ્ધ હોવાને કારણે તેને ઘરની છત પર લગાવવું વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

સૌજન્ય: Khissu News

Content Copying Forbidden !!

error: Content is protected !!