કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ઢુવા પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી મજુરનો આપઘાત

ઢુવા પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી મજુરનો આપઘાત

હાય રે ગરીબી

વતનમાં રૂપિયા ન મોકલી શકતા ચિંતામાં પગલું ભર્યું

વાંકાનેર : તાલુકાના ઢુવા નજીક સિરામિક ફેકટરીમાં મજૂરી કરતા મજુરની આર્થિક સ્થિતિ કથડી જતા વતનમાં રૂપિયા ન મોકલી શકતા ચિંતામાં આવી જઈ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.

મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ અમરનાથ સિરામિક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કોલોનીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના કૌસંબી જિલ્લાના વતની રામલોચન સુબેદારભાઈ રાજપૂત (ઉ.32) નામના યુવકે ગઈકાલે સવારના સમયે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસના મૃતક રામલોચનની આર્થિક સ્થિતી સારી ન હોવાથી વતનમાં રૂપિયા ન મોકલી શકતા ચિંતામાને ચિંતામાં કંટાળી જઈ અંતિમ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!