કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

છકડો રીક્ષામાંથી ૨.૧૩ લાખના દારૂ ઝડપાયો

છકડો રીક્ષામાંથી ૨.૧૩ લાખના દારૂ ઝડપાયો

અકસ્માતમાં અકબરભાઈને ઇજા

વાંકાનેર: તાલુકા પોલીસે નીરણની આડમાં છકડો રીક્ષામાં ઈંગ્લીશ દારૂની ૨૮૭ બોટલના જથ્થાની હેરાફેરી કરનાર ઈસમને પોલીસે ઝડપી લઈને ૨.૭૩ લાખનો મુદામાલ કબજે લીધો છે, બીજા બનાવમાં મકનસર પાસે અકસ્માતમાં અકબરભાઈને ઇજા થઇ હતી

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન અરણીટીંબા ગામ નજીકથી એક છકડો રીક્ષામાં નીરણ/સુકા ઘાસની આડમાં દારૂનો જથ્થો ભરી વાંકાનેરથી મીતાણા તરફ જવાનો હોવાની બાતમી મળતા ટીમે અરણીટીંબા ગામના બોર્ડ પાસે વોચ ગોઠવી હતી અને છકડો રીક્ષા નીકળતા રોકી ચેક કરતા નીરણ/સુકા ઘાસ નીચે છુપાવેલ ઈંગ્લીશ દારૂની ૨૮૭ બોટલ કીમત રૂ ૨,૧૩,૭૧૮ નો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂનો જથ્થો, છકડો રીક્ષા કીમત રૂ ૫૦ હજાર અને મોબાઈલ કીમત રૂ ૧૦ હજાર સહીત કુલ રૂ ૨,૭૩,૭૧૮ નો મુદામાલ કબજે લીધો છે અન્ય આરોપીઓ અજય ખાચર રહે તરઘરા તા. બોટાદ અને અજયસિંહ હામુભા જાડેજા રહે વીરવાવ એમ બે આરોપીના નામ અને મોબાઈલ નંબર ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
અકસ્માતમાં અકબરભાઈને ઇજા
મકનસર ગામે આવેલ ખોડીયાર માતાના મંદિર પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડકેટે લેતા સર્જાયેલ અકસ્માત બનાવમાં અકબરભાઈ હુસેનભાઇ શાહમદાર (ઉ.૬૭) રહે.વાંકાનેરને ઈજાઓ થયેલ હોય તેમને મોરબીની સિવિલે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!